Abtak Media Google News

તા.૩.૧.૨૦૨૪ બુધવાર  ,સંવંત ૨૦૮૦, માગશર વદ સાતમ, ઉત્તરાફાલ્ગુની   નક્ષત્ર, શોભન  યોગ, બાલવ    કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્ક (ડ,હ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.

સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.

મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

–સ્પિરિટ રીડિંગ, બિલ્લી અને રાહુ

સ્પિરિટ રીડિંગમાં, બિલ્લી રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુ એક છાયા ગ્રહ છે જે અણધારી ઘટનાઓ અને બદલાવોનો સંકેત આપે છે.લાલ કિતાબમાં, બિલ્લીને રાહુની સવારી કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે બિલ્લી રાહુના પ્રભાવને વધારે છે.ભોજન કરતી વખતે બિલ્લીનું આવવું એ એક સંકેત છે કે ભવિષ્યમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટવાની છે.બિલ્લી અને કૂતરો બંનેને રાહુ અને કેતુના સંકેત તરીકે જોવામાં આવે છે.જો ઘર અથવા વ્યવસાયના સ્થળ પર બિલ્લી અથવા કૂતરો આવે-જાય છે અથવા તેમની સાથે કેટલીક વિચિત્ર ઘટનાઓ થાય છે, તો તેને ભવિષ્યની ચેતવણી તરીકે સમજવું જોઈએ. જો કોઈ બિલ્લી ઘરમાં પ્રવેશે છે અને સીધી રસોડામાં જાય છે, તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં ઘરમાં ધનની વૃદ્ધિ થશે.જો કોઈ બિલ્લી ઘરમાં પ્રવેશે છે અને સીધા સૂવાના ઓરડામાં જાય છે, તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં ઘરમાં કોઈ મહત્વપૂર્ણ સમારોહ થવાનો છે.જો કોઈ બિલ્લી ઘરમાં પ્રવેશે છે અને સીધા દરવાજામાંથી બહારનીકળી  જાય છે, તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં ઘરમાંથી કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મોટી મુસાફરી થઇ શકે છે. સ્પિરિટ રીડિંગમાં ઘણી બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે વળી બિલ્લીના વર્તનને સમજવા માટે તમારે તમારી કુંડળીનો અભ્યાસ કરવો જોઈએ. બિલ્લીના વર્તનનો અર્થ વ્યક્તિગત પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે છે.ટૂંકમાં કહીએ તો બિલ્લી અને કુતરાનું વર્તન ગ્રહોની દ્રષ્ટિએ પણ મહત્વનું હોય છે જેને યોગ્ય રીતે ડિકોડ કરીએ તો ભવિષ્ય વિષે તાગ મેળવી શકાય અને રાહુ કેતુની ચાલ પણ સમજી શકાય.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.