Abtak Media Google News

તા. ૧૧.૧.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦, માગશર વદ અમાસ, પૂર્વાષાઢા  નક્ષત્ર, વ્યાઘાત   યોગ, કિંસ્તુઘ્ન   કરણ આજે રાત્રે ૧૧.૦૬ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .

સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) :  નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.