Abtak Media Google News

તા. ૯.૮.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ વદ નોમ, નક્ષત્ર: કૃત્તિકા, યોગ: વૃદ્ધિ, કરણ: તૈતિલ આજે સવારે ૭.૪૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચાર પઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.

Advertisement

વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદથી દૂર રહેવું, જામીનગીરી ન કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ)           : સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

સિંહ (મ,ટ) :  વેપારીવર્ગને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

તુલા (ર,ત) : દૂર દેશથી સારા સમાચાર મળે, લાગણીની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્ય જીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.

મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરીમાં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદથી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

– જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.