Abtak Media Google News

શનિવારે પરમા એકાદશી: આ વ્રત રાખીને જાગરણ કરવાથી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે

અધિક શ્રાવણ વદ અગિયારસ ને શનિવાર તારીખ 12 ઓગસ્ટ ના દિવસે પુરુષોત્તમ માસની પરમા એકાદશી છે શુક્રવારે એકાદશીની વૃદ્ધિ તિથિ છે આથી વૃદ્ધિના દિવસે એકાદશી નો વ્રત રહેવાય નહીં આથી દરેક પંચાંગ પ્રમાણે જ્યોતિષ પ્રમાણે શનિવારે પરમા એકાદશીનું વ્રત છે.

Advertisement

પરમા એકાદશીના વ્રત વિષે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર ને કહે છે પરમા એકાદશી ના દિવસે સવારના વેહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ બાજોઠ  ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી તેના ઉપર વિષ્ણુ ભગવાન ની અથવા તો રાધાકૃષ્ણ ભગવાનની છબી રાખવી ત્યાર આગળ એક ત્રાંબાનો કળશ રાખી કળશમાં જળ તથા સોપારી રૂપિયો અબીલ ગુલાલ કંકુ પધરાવું આસોપાલવના પાંચ પાન પધરાવવા તેના ઉપર તરભાણું રાખી બાજુમાં ઘીનો દીવો કરવો ભગવાનની છબીને ચાંદલો ચોખા કરવા ભગવાનને ફુલ અબીલ ગુલાલ કંકુ પધરાવા ત્યારબાદ ભગવાનને સાકર ધરાવી ભગવાનની આરતી કરવી ક્ષમા યાચાના માગણી જે લોકોને એક દિવસનું વ્રત રહેવું છે તે લોકો એ રવિવારે સ્થાપનનું વિસર્જન કરવું એ લોકોએ પાંચ દિવસનું વ્રત રહેવું હોય તેઓ એ ગુરુવારે સવાર ના સ્થાપન નુ વિસર્જન કરવું આ પૂજન વિધિવત વૈદિક બ્રાહ્મણ બોલાવી ને પણ ઘરે કરી શકાય છે.

જે લોકોને આર્થિક સ્થિતિ સારી નથી તેઓએ અગિયારસ અમાસ સુધી પાંચ દિવસ સુધી ઉપવાસ રહેવો રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું એકાદશીના દિવસે આખી રાતનું પણ જાગરણ કરી શકાય બપોરના સૂવું નહીં પાંચ દિવસ સુધી વિષ્ણુ ભગવાનનું કીર્તન ભજન કરવું પૂજા કરવી આવી રીતના પાંચ દિવસ ઉપવાસ રહેવાથી દરિદ્રતા દૂર થાય છે. એકલા એકાદશીના દિવસે પણ ઉપવાસ રહી શકાય છે. પૂર્વે આ વ્રત કુબેરે કરેલ આથી તે કુબેર ભંડારી બન્યા તે ઉપરાંત હરિશ્ચંદ્ર રાજાએ વ્રત કરવા છે તેમણે રાજ્યની પ્રાપ્તિ થઈ હતી ઋષિ ના કહેવા પ્રમાણે આ વ્રત કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને ભાગ્યોદય થાય છે

પરમા એકાદશીની કથાનો બોધ : ભાગ્યમાં છે લખ્યું હોય છે તે થાય જ છે પરંતુ ભગવાન ઉપર વિશ્વાસ અને ભરોસો રાખવાથી અને જીવનમા મહેનત કરવાથી જરૂર પ્રગતિ થાય છે અને ભાગ્યોદય પણ થાય છે.

– સંકલન : શાસ્ત્રીજી રાજદીપ જોશી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.