Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

ટૂંકી મુસાફરી થઇ શકે છે. તમારા બોસ કે સિનિયર તમારા ખભા પર મોટી જવાબદારી સોંપી શકે છે. તમારા પાર્ટનરને પણ નાના બ્રેકની જરૂર પડી શકે છે. આજે પ્રોપર્ટી કે કોઇ તેને લગતો મામલો ઉકેલાઇ શકે છે. એટલે કોશિશ કરતા રહો. આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી લેવું સારું રહેશે. પ્રેક્ટિકલ થઇને તમારા કાર્યોને અંજામ આપશો તો સફળતા મળશે.

વૃષભ રાશિફળ (Taurus):

નવો રોલ વધુ પ્રયાસો અને ધીરજ માંગી શકે છે. તમારું બાળક તમને અને તમારી જીવનશૈલીને અનુસરી શકે છે. કોઇના રહસ્યો સાચવી રાખવા હવે પડકાર બની શકે છે.  થોડા સમયથી મનમાં ચાલી રહેલી દુવિધા દૂર થશે. સારા લોકોના સંપર્કમાં રહેવાથી તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં યુવા વર્ગને જલ્દી જ કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાની છે.

મિથુન રાશિફળ (Gemini):

હાલ ડેવલપમેન્ટ વિશે શાંત રહેવું એ અન્ય લોકોને ખોટી સાઇન આપી શકે છે. આજે એક્શન અને અમલનો દિવસ છે. તમે જે આયોજન કર્યું હશે તે પૂર્ણ કરવા માટે તમને તમામ જગ્યાએથી પૂરતો ટેકો મળી શકે છે. આજે કોઇ પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. જમીનને લગતા કાર્યોમાં જો રોકાણ કરવાનું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો તેને શરૂ કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

કર્ક રાશિફળ (Cancer):

એનર્જી કોઇ નવા સેલિબ્રેશન તરફ ઇશારો કરી રહી છે. તમને અચાનક અને અણધારી તક મળશે. પરીવાર કે મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. થોડી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા તમને પરેશાન કરી શકે છે. આ સમયે વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપવું. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થવાની શક્યતા છે. સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. માન-સન્માન પણ પ્રાપ્ત થશે.

સિંહ રાશિફળ (Leo):

સિતારાઓ કોઇ જીત મળવાનો સંકેત આપી રહ્યા છે. તમારી આસપાસ ચાલી રહેલી કોઈપણ મૂંઝવણથી દૂર રહો. તમારા રોજિંદા કાર્યોને સરળ બનાવો અને તમારી પાસે વધુ સારો અભિગમ હોઈ શકે છે. આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. તમારાં કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળતા અપાવશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પણ થશે. આજે પરિવાર સાથે કોઇ કિંમતી વસ્તુની ખરીદી પણ શક્ય છે.

કન્યા રાશિફળ (Virgo):

અમુક જરૂર દસ્તાવેજી કાર્ય તમારો અડધો દિવસ લઇ શકે છે. તમને કોઇ અણધારી વ્યક્તિ પાસેથી કોલ આવી શકે છે. તમારા મિત્રો સાથે સાંજ ઘણી રસપ્રદ રહેશે. નાણાકિય બાબતો હળવાશમાં રહેશે. દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આખો દિવસ સુકૂન સાથે પસાર થશે. આવક અને વ્યયમાં સમાનતા રહેશે. પરિવારને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ પણ મળી જશે.

તુલા રાશિફળ (Libra):

જ્યારે કોઈ નવી તકને આવકારવાની વાત આવે ત્યારે તમારા ઇન્સ્ટિન્ક્ટ પર વિશ્વાસ કરો. નકારાત્મક લાગણીને ઉત્તેજિત કરી શકે તેવા અનુભવને છોડી દેવો વધુ સારું છે. તમારા દિવસને અમુક બાબતોને વધુ સારી બનાવવાની નવી તક તરીકે ગણો. આજના દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ તથા દૃઢ નિશ્ચય દ્વારા તેમનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો. મિત્ર કે સહયોગીઓ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

તમને તમારી વાત સ્પષ્ટ રાખવા અંગે આનંદ થશે. જે તમને અન્ય લોકો તરફથી યોગ્ય આદર અને વિશ્વાસ અપાવશે. વ્યાવસાયિકો, જાહેર સેવાઓમાં રહેલા લોકો કામ પર વ્યસ્ત રહેશે. આજે તમે તમારા કોઇ ખાસ કામને યોગ્ય રીતે શરૂ કરવામાં સક્ષમ રહેશો. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થશે તથા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ગંભીર ચર્ચા પણ થશે.

ધન રાશિફળ (Sagittarius):

તમે આજે ઉદારતા અનુભવી શકો છો અને મદદનો હાથ લંબાવી શકો છો. તમારા માતાપિતા કે જેમણે શરૂઆતમાં નિરાશા વ્યક્ત કરી હતી તે હવે તમારા દૃષ્ટિકોણથી સંમત થઈ શકે છે. ધીરે ધીરે પ્રગતિ એક સારો સંકેત છે. આ સમયે ભાવુકતાની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. તમારે તમારા વ્યક્તિત્વ અને રહેણી-કરણી પ્રત્યે વધારે સજાગ રહેવું તમને અન્ય વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનાવશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.

મકર રાશિફળ (Capricorn):

કોઇ મનદુખ તમને મૂંઝવણમાં મૂકી શકે છે પરંતુ તેમાંથી જલદી આગળ વધવું સલાહભર્યુ છે. તમને મળેલા વિકલ્પો અંગે વધારે પડતા સિલેક્ટિવ ન બનશો. નવી સ્પોર્ટ્સ એક્ટિવિટી તમને આકર્ષિત કરી શકે છે. આજે ખૂબ જ વ્યસ્ત દિનચર્યા રહેશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેના ઉપર કામ કરો.

કુંભ રાશિફળ (Aquarius):

જો તમારા દિવસો થોડા કંટાળાજનક પસાર થઇ રહ્યા હોય તો, તમને સોશ્યલાઇઝ કરવા માટે એનર્જી મળશે. તમારા નિર્ધારિત કાર્યો કરવાની ઇચ્છા આનંદ લાવી શકે છે. તમારા જીવનસાથીએ મૌન રહેશે અને તમે તે ચેક કરી શકો છો. આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો રહેશે. કોઇપણ પરેશાનીમાં શાંતિથી ઉકેલ શોધવાની કોશિશ કરો. જોકે, કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તથા માર્ગદર્શન દ્વારા અનેક મુશ્કેલીઓનો ઉકેલ મળી શકે છે.

મીન રાશિફળ (Pisces):

તમારા અટવાયેલા કાર્યોમાં થોડી વૃદ્ધિ દેખાવાથી આજે નસીબ તમારો સાથ આપશ. વડીલ વ્યક્તિ કોઇ સારી સલાહ આપી શકે છે. કોઇ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. વિદ્યાર્થીઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.