Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

શેર બજાર તથા અન્ય સટ્ટા કે વાયદા બજારનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઇન્ટરનેટ સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રનાં લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે મધ્યમ સપ્તાહ.  ઔદ્યોગિક એકમ તથા  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. અધૂરા રહી ગયેલાં કામકાજ પૂરા થતાં જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. મધ્યમ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયક સપ્તાહ.  14 સપ્ટેમ્બર સામાન્ય નીવડશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા લાભ મળવાંનાં સંયોગો.  સરકારી કે દસ્તાવેજી કામકાજમાં ખોટી ઉતાવળ ન કરવી. મોટા તથા જથ્થાબંધ, નાનાં વ્યાપાર વણિજનાં જાતકો તથા હેવી મશીનરીઝ્થી ચાલતાં ઔદ્યો-વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી સાબિત થશે.  રિયાલ્ટી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે. નાનાં ઉદ્યોગ ત્થા ધંધાનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ.  પરિશ્રમી જાતકો માટે દોડધામ વાળું તથા લાભદાયક સપ્તાહ. રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ, બરતરફીની  સંભાવના. ગૃહિણીઓ, નિવૃત્તો માટે આ સપ્તાહ લાભકારી રહેશે.  13 સપ્ટે. સામાન્ય રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

સ્ક્રેપનાં તથા જુની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત–એશોસિયેટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. તમામ પ્રકારનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. તેમજ  નાનાં મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત જણાશે.  મહિલાકર્મીઓ, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, નિવૃત્તો, માટે આ સપ્તાહ પણ લાભકર્તા. 18 સપ્ટે. સાધારણ જણાશે

કર્ક

004 1

સ્વગૃહી શનિ વાળા જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે, તેમજ સ્થાનફેરની સંભાવનાઓ. વિદેશ રહેતાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. હેવી મશીનરીઝનાં ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીકલ, ટ્રાન્સ્પોર્ટેશન્સ એકમનાં જાતકો માટે લાભ મળવાનાં સંયોગો.  ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયનાં તમામ એકમોનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તેમજ  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ જણાશે, સંભવ કાળજી રાખવી. ખાનગી-સરકારી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે આ અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. મહિલા કર્મી,ગૃહિણીઓ, નિવૃત,  સ્ટુડેંટ્સ માટે સાનુકૂળ સપ્તાહ.  14, 16 સપ્ટે. મધ્યમ રહેશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  ખાનગી એકાઉંટ્સી,  બેંક, વિમા કંપની જેવાં એકમનાં જાતકો માટે અનેક નવી તકો મળવાનાં સંયોગો સાથે સાનુકૂળ સપ્તાહ. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે ભાગદોડવાળું તથા હળવું સાનુકૂળ સપ્તાહ.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છૂટક વ્યાપારનાં જાતકો માટે હળવું લાભકારક સપ્તાહ. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા સરેરાશ જણાશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલીનાં સંયોગો. ખાનગી કર્મીઓ માટે સાનુકૂળ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, વર્કીંગ વૂમન માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 15,16 સપ્ટે. અર્ધ મધ્યમ જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

સેલેબલ ત્થા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રતિકૂળ સપ્તાહ. કાયદો-વ્યવસ્થા તંત્ર નાં તમામ વિભાગનાં કર્મીઓ ત્થા ધારાશાસ્ત્રીઓ માટે આ લાભદાયક સપ્તાહ. હોટલ, રીસોર્ટ, રેસ્ટોરાં, ઇવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટુર એન્ડ ટ્રાવેલ્સ એજન્સી જેવા ધંધા-વ્યવસાય એકમનાં જાતકો માટે આ હળવું લાભકારી સપ્તાહ. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમ નાં જાતકો માટે સાનુકૂળ એવમ ભાગદોડીયું સપ્તાહ. સરકારી તથા ખાનગી એકમનાં તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. કુટુંબ-પરિવાર માં સુમેળ યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 13, 17 સપ્ટે.મધ્યમ જણાશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

હોટેલ, રેસ્તોરાં જેવાં એકમનાં જાતકો માટે  સરેરાશ સપ્તાહ. તેમજ  પેકીંગ ફૂડ પ્રોડકટ્સ નાં ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે સાનુકૂળ, લાભકારી સપ્તાહ. ગત વર્ષમાં અધૂરા રહી ગયેલ કામકાજ પૂરા થવાની સંભાવના, જૂની ઉઘરાણી પાકવાં નાં સંયોગો.  ઔદ્યો. ત્થા વ્યાપાર વણિજય એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. નાનાં ત્થા છૂટક વેપારીઓ માટે હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે વ્યસ્ત અને લાભદાયી સપ્તાહ.પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે લાભદાયી સપ્તાહ.  12,13, સપ્ટે. સાધારણ જણાશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

સેલેબલ પર્શન, જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકૂળ સપ્તાહ.  કુરિયર  કાર્ગો એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. પ્રિન્ટ્સ, કાગળ, પ્રકાશન એકમનાં જાતકો ત્થા સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ વાળું જણાશે. આ સિવાયનાં અન્ય ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સપ્તાહે પરિવાર જનો  કે સગાં સાથે  હળવાં વાદ વિવાદનાં સંયોગો. નિવૃત, ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  11 સપ્ટે. સામાન્ય નીવડશે.

ધન

009 1

કેમિક્લ્સ એકમનાં જાતકો ત્થા  પ્રવાહી પેય એવમ પ્રવાહી આહાર  નાં ઉત્પાદન એકમ માટે આ સપ્તાહ  લાભદાયી નીવડવાનાં સંયોગો. શીપીંગ એકમ તેમજ ફિશીંગ એકમ એકમનાં તમામ જાતકો માટે સપ્તાહ અર્ધ લાભદાયક સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમ નાં જાતકો માટે અર્ધ-લાભદાયી સપ્તાહ. રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ માટે અર્ધ લાભદાયી સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. વાણિજય શાખા નાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ  લાભકારી નીવડશે. 14, 15 સપ્ટે. સરેરાશ નીવડશે.

મકર

010 1

સીવીલ એંજીનીયરીંગ એવમ કંસ્ટ્રક્શન્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક રીતે લાભદાયી નીવડશે. વિદ્યુત કે અગ્નિ સંબંધિત ઉત્પાદનાં ઔદ્યો. એકમનાં જાતકો માટે સરેરાશ એવમ પ્રતિકૂળ સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે દોડધામ વાળું તથા વ્યસ્ત સપ્તાહ. પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકૂળ જણાશે.  વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 11,16 સપ્ટે. સાધારણ જણાશે.  (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ દરમ્યાન તમામ વર્ગ ત્થા વિવિધ વિભાગ તથા વિવિધ પદનાં સરકારી કર્મચારી માટે દોડધામ થવાંની સંભાવના સાથે ચડાવ ઉતારનાં સંયોગો, બદલી, બરતરફીનાં સંયોગો.  નાનાં ઔદ્યોગિક એકમનાં તેમજ વ્યાપાર- વાણિજય એકમનાં જાતકો માટે હળવું ફાયદાકારક સપ્તાહ નીવડશે. સ્ટેશનરીઝ તેમજ વૂડન ઉત્પાદનાં ઔદ્યોગિક એવમ વાણિજય એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. પરિવારમાં મતભેદ ની શકયતા. ગૃહિણીઓ તથા નિવૃત્ત, છાત્રો માટે  સાનુકૂળ સપ્તાહ. 12 ત્થા 14 સપ્ટે. સાધારણ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

પરિશ્રમી વર્ગ એવમ કારીગર વર્ગ માટે આ આખુ સપ્તાહ કામકાજથી વ્યસ્ત તથા લાભકારી જણાશે. આ સપ્તાહ દરમ્યાન આવકનાં નવા સ્ત્રોત મળવાનાં સંયોગો.  જૂનાં કરજમાંથી મુક્ત થવાંના તેમજ જૂની ઉઘરાણી પાકવાનાં પણ સંયોગો.  ઉતાવળિયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમનાં જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું  નીવડશે. સરકારી વિભાગનાં તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે હળવું લાભદાયી સપ્તાહ. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે ઉત્તમ સપ્તાહ. 12 ત્થા 13 સપ્ટે. મધ્યમ રહેશે.  (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.