Abtak Media Google News

તા.૨૬.૧૨.૨૦૨૩ મંગળવાર  ,સંવંત ૨૦૮૦, માગશર સુદ પૂનમ, મૃગશીર્ષ  નક્ષત્ર, શુક્લ  યોગ, વિષ્ટિ    કરણ આજે  સવારે ૯.૫૯ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં  કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

કર્ક (ડ,હ)  : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

સિંહ (મ,ટ) :  આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે,  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ  માટે પણ સારું રહે.

તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ  થાય.

વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મીન (દ ,ચ ,ઝ ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો,  તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

–જલતત્વમાં રાહુ સમુદ્રમાં કોઈ ને કોઈ કાવતરા અને ઘટનાઓ દર્શાવે છે

બુધ મહારાજ વક્રી ચાલે વૃશ્ચિક રાશિમાં પ્રવેશવા જઈ રહ્યા છે ત્યારે વિદેશમાં ગેરકાનૂની રીતે પ્રવેશવાનો મુદ્દો સામે આવ્યો છે ધન રાશિ એ વિદેશ યાત્રાની રાશિ છે જયારે બુધ વૃશ્ચિક તરફ વક્રી ચાલે આવે છે ત્યારે વિદેશ જવા પર પ્રશ્નાર્થ લાગતા હોય છે વળી બુધ વૃશ્ચિકમાં વક્ર ગતિથી આવતા હોય આ સમયમાં ચામડીના રોગમાં વૃદ્ધિ જોવા મળશે.  મંગળ ધનુમાં પ્રવેશ કરે છે જે હથિયારો અને યુદ્ધ સામગ્રીની ડિમાન્ડ વધારનાર છે વળી આ બજારમાં ભારત આગળ વધતું જોવા મળશે.સૂર્ય મંગળ અંગારક યોગ ધનમાં યુદ્ધ ભાવના જાગૃત કરે છે અને ખાસ પાકિસ્તાન માટે આગામી સમય વધુ કઠિન રહેશે.

અગાઉ લખ્યા મુજબ રાહુના મીનમાં આવવા સાથે દરિયામાં ચાંચીયાવૃત્તિ વધુ પનપી છે અને દરિયાઈ માર્ગોની સુરક્ષા અંગે સવાલ ખડા થયા છે ખાસ કરી ને ભારતને આર્થિક મોરચે હેરાન કરવાની ભાવના એમાં વધુ દેખાય છે જે વિષે અત્રે લખી ચુક્યો છું આગામી દિવસોમાં પણ યુદ્ધ થી લઈને ડ્રગ્સ અને જહાજો બાનમાં લેવાના ઘણા બનાવ સામે આવી શકે છે અને જલતત્વમાં રાહુ સમુદ્રમાં કોઈ ને કોઈ કાવતરા અને સબમરીનને લગતી ઘટનાઓ દર્શાવે છે વળી મંગળ ધનમાં થી ચોથી દ્રષ્ટિથી રાહુ ને જુએ છે જે આ બાબતે અને આતંકી ઘટના સામે લાલબત્તી ધરે છે તો મંગળની આ સ્થિતિના કારણે લોકોના સ્વાસ્થ્ય અંગે પણ વધુ ચિંતા રહે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.