Abtak Media Google News

આજના છાત્રોને પવર્તમાન સમયમાં મળેલી સફળતાને ધ્યાને લઇને તે કારકિર્દી પસંદ કરે છે: મા-બાપના અધુરા સપના અને ઇચ્છાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંતાનોની કારકિર્દી ઉપર અસર કરતા હોય છે: પસંદ કરેલ ક્ષેત્ર આવનારા ભવિષ્યમાં કેટલે અંશે યોગ્ય છે તે જોવું જરૂરી છે

આજના સમયમાં સૌથી મોટો પ્રશ્ન વાલીઓને સતાવતો હોય તો તે તેના સંતાનોની કારકિર્દીનો, ભવિષ્યનો. બાળકના રસ-રૂચી ધ્યાને લીધા વગર ઘણા મા-બાપો પોતાના સંતાનોની જીંદગી બગાડે છે. મોટાભાગે આજના મા-બાપ તેના સંતાનોની કારકિર્દીમાં પોતાના સપનાઓ જોવે છે. પોતે જે બનવા માંગતા હતા અને ન બની શક્યા તે તેનો સંતાન બને એવું સૌ ઇચ્છે છે પછી બાળકની ક્ષમતા હોય કે ના હોય તારે તો આમ જ કરવું જ પડશે તેવું ભાર કે દબાણપૂર્વક જણાવાય છે, જેના કારણે ઘણી મુશ્કેલી પણ જોવા મળે છે.

આજના યુગમાં તો ધો.10-12 પછી કારકિર્દી લક્ષી ઘણા કાર્યક્રમોમાં બાળકો માટેના વિવિધ કોર્ષની માહિતી-બ્રોસર પણ અપાય છે. જેનો લાભ લેવો જોઇએ.

તમારા સંતાનને શેમાં રસ છે તે સૌથી અગત્યની બાબત છે. રસ હોય તેમાં સંતાન ચોક્કસ આગળ વધે એ ભૂલવું ન જોઇએ. પરિવારની આર્થિક સ્થિતિને અનુરૂપ અથવા બાળકની સિધ્ધીને ધ્યાને લઇને શિષ્યવૃતિ કે લાંબાગાળાની એજ્યુકેશન લોન લઇને પણ વિવિધ ઉચ્ચ શિક્ષણ કે કોર્ષ કરાવીને તેને પગભર કરાવી શકાય છે. આજનું શિક્ષણ નોકરીના કેવડા પેકેજ માટે જ નક્કી કરવામાં આવે છે.

આજના ભણતરને સિધો કારકિર્દી સાથે સંબંધ છે. મા-બાપનું સંતાન માત્ર 14 વર્ષનું હોવને હજી ધો.8માં ભણતું હોય ત્યાંથી મા-બાપો તારે આમ કરવાનું છે તેવું કહીને તેના જીવનને હજી પુરૂ ન સમજનાર બાળકમાં પોતાના સપના રેડે છે.

મોટાભાગે વાલીઓ પોતાના બાળકોની કારકિર્દી પસંદગીમાં પોતાને જ ધ્યાને વિચારે કે પોતે ન બની શક્યા હોય તેવા વિચારે તે કરવા જણાવે, પ્રેરે કે રસ, રૂચી, વલણોને ક્યાં ધ્યાને લે છે.

પ્રાથમિક, હાઇસ્કૂલ કે ધો.10-12 પછી કોલેજ બાદ કોમ્પ્યુટર કોર્ષ કે અન્ય લાઇન લેવડાવીને ઉચ્ચ શિક્ષણ લાખોના ખર્ચે કરાવે છે પણ તેમાં બાળકોને તો જવલ્લેજ પૂંછતા હોય છે. ખરેખર તો વિદેશોની જેમ ધો.8 બાદ તેને શોખ હોય તે વિષય ક્ષેત્રમાં આગળ વધારવા કે શોધ સંશોધન કરવા મા-બાપે શાળા સંકુલો કે સરકારે તેની વ્યવસ્થા કરવી જોઇએ પણ આવુ ક્યાં શોધવા જવું ? તેજસ્વી બાળકોને ઘણુ કરવું છે પણ આર્થિક મુશ્કેલી સપના અધૂરા રાખે છે. દરેક બાળકમાં ઘણી અખૂટ શક્તિઓ પડેલી હોય છે. જો આપણે તે જોઇને તેને પ્રોત્સાહન આપીને આગળ વધારીએ તો તેનો સંર્વાંગી વિકાસ થાય છે. ઘણીવાર આપણે જોયું છે કે મને-કમને ગયેલ બાળક અધવચ્ચે જ અધૂરો અભ્યાસ છોડે છે.

દેશની શિક્ષણ વ્યવસ્થા જે એવી હોવી જોઇએ કે બાળકનાં શોખને ધ્યાને લઇને તેને આગળ વધવા તમામ સહાય કરે. બાળક શ્રેષ્ઠ નાગરિક બને તે માટે શિક્ષકના અથાગ પ્રયત્નો બાદ પણ ઘરનાં વાતાવરણ, આસપાસનું પર્યાવરણ તેને બગાડે છે અને આમ પણ તેજસ્વી બાળકોની કારકિર્દી રોળાય જાય છે.

આજે તો બાળક મેચ્યોર ન હોય ત્યાં તો તેને ક્ષેત્ર પસંદ કરીને ફરી આગળ ભણતર માટે મા-બાપ ધકેલી દેતા હોવાથી સારા પરિણામો મળતા નથી. પોતાના સંતાનોના આહાર-ઉછેર સાથે તેના વિકાસ બાબતે પણ મા-બાપે કાર્ય કરવું પડશે. પોતાને ન ખ્યાલ આવે તો કાઉન્સીલરને મળીને પણ બાળકોની તાકાત મુજબ તેની કારકિર્દી પસંદ કરવી જોઇએ.

આજે સંતાનોની કારકિર્દી પસંદગીમાં દેખાદેખી સાથે આંધળુ અનુકરણ જોવા મળી રહ્યું. જીવનમાં સંતાનોની કારકિર્દી બાબત અતિ મહત્વની છે તેના ઉપર તેના ભવિષ્યનો દારોમદાર હોય છે આવી મહત્વની ઘટના સમયે મા-બાપ અભણ હોય અને બાળક તેજસ્વી હોય તો તેની કારકિર્દી રોળાય જતી જોવા મળે છે.

પેલાએ આમ કર્યુ એટલે મારે પણ આમ કરવું સાથે તેમ કરવાથી ધ્યેય સુધી પહોંચી શકતા નથી.

આજે દરેક બાળકમાં કૌશલ્ય હોય જ છે, જો મા-બાપો, શિક્ષકો તે પારખીને તેમાં જ તેને આગળ વધારવા રસ લે તો તે બાળક માટે વિપુલ તકો ઉભી થાય છે.

બાકી તો આજે મોટાભાગના ધો.10 કે 12 પાસ કે અધૂરી કોલેજ કરનારાઓ સામાન્ય પ્રાઇવેટમાં નોકરી કરતા જોવા મળે છે. મા-બાપ એમ વિચારે કે હું આમ કરૂં છું તો મારૂં સંતાન આમ જ કરે કે ભણે કે કોર્ષ કરે પણ ના ઘણીવાર આઉટ ઓફ બોક્સ પણ વિચારવું જોઇએ. આપણાં દેશમાં આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં કાર્ય ઉપાડવાની જરૂર છે.

આજે ઘણા શોર્ટકોર્ષ ધો.10-12 પછી છે. જે કરવાથી આસાનીથી તમે સારી રકમ મેળવી શકો છો. ઇન્ફર્મેશન ટેકનોલોજીનો યુગ છે ને હજી તો નવુ નવું આવવાનું છે ત્યારે આ ટ્રેક ઉપર કારકિર્દી વિચારવી જ પડે છે. બાળકની પસંદગી જાણવી આજના યુગમાં જરૂરી છે કે બાળકને શું બનવું છે? આ સૌથી અગત્યની બાબત છે. જરૂર જણાયે નિષ્ણાંતોની મદદ પણ લઇ શકો છો.

સંતાનોના રસ-રૂચીને ધ્યાને લઇને તેને આગળ વધવા મદદ કરવી

દેશની શિક્ષણ વ્યવસ્થા જ એવી હોવી જોઇએ કે છાત્રોના શોખને ધ્યાને લઇને તેને આગળ વધવા તમામ સહાય કરે. દરેક મા-બાપે પણ પોતાના સંતાનોને શેમાં રસ-રૂચી છે તે ધ્યાને લઇને તેને તે ક્ષેત્રે આગળ પ્રોત્સાહન આપવું જરૂરી છે. આજનું મોટાભાગનું ભણતર નોકરીને ધ્યાને લઇને છાત્રો ભણી રહ્યા છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીના યુગમાં તે પરત્વેના વિવિધ કોર્ષો કરીને બાળકોને સારા પેકેજમાં ગોઠવાય જાય તેવું બધા ઇચ્છે છે. યુ.કે. કે કેનેડા જેવા વિદેશોમાં પણ વાલીઓ મોટા ખર્ચા કરીને ભણવા મોકલે છે. એજ્યુકેશન લોનની સુવિધા સારી હોવાથી હવે સૌ લાભ લઇ રહ્યા છે. સોફ્ટવેર, ઇલેક્ટ્રોનિક કે આઇ.ટી. જેવા ક્ષેત્રોના કોર્ષો અત્યારે ટોચની પસંદગીમાં છે. આપણે ત્યાં સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે હવે કાર્ય શરૂ થયું છે ત્યારે આગામી દિવસોમાં તે પરત્વે વધુ લાભ છાત્રોને મળશે. મેનેજમેન્ટ ક્ષેત્રના વિવિધ ડિગ્રી કે ડીપ્લોમાં કોર્ષ સાથે ઘણા ટૂંકા અભ્યાસક્રમો કર્યા બાદ તેમાં પણ નોકરીની વિપુલ તકો સમાયેલ છે. દરેક મા-બાપોએ સંતાનોના વિકાસ માટે કારકિર્દીલક્ષી અભ્યાસક્રમને વિશેષ મહત્વ આપવું જરૂરી છે.

આજના મા-બાપ બાળકોની કારકિર્દી પસંદગીમાં પોતાના સપનાઓ જોવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.