Abtak Media Google News

ટેબલ-ટેનિસમાં ચીનના લોન્ગ સામે હારતા કમલ અચંતની સફરનો અંત

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય રમતવીરો ઘણી રમતોમાં આગળ વધી રહ્યા છે તો અનેક ખેલાડીઓ પરાસ્ત થતા તેમની ઓલમ્પિક સફરનો અંત આવ્યો છે. જેમાં નિશાને બાજમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ સાતમા સ્થાન પર ક્વોલિફાય થયા છે. પરંતુ તેમને ટોપ-૪માં સ્થાન મેળવવું જરૂરી હતું. તો બીજી તરફ બેડમિન્ટનમાં સાત્વિક સાયરાજ અને ચિરાગ શેટ્ટીને પણ હારનો સામનો કરવો પડ્યો છે. તો ટેબલ-ટેનિસમાં ચીનના લોન્ગ સામે મેચમાં હારતા કમલ અચંતની સફરનો અંત આવ્યો છે.

મંગળવારે, ટોક્યો ઓલિમ્પિક્સમાં, ભારતના હાથમાં વધુ એક મેડલ સરકી ગયું હતું. ૧૦મી એર પિસ્ટલ મિશ્રિત શૂટર ઇવેન્ટમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીની ભારતીય જોડી ટોપ -૪માં આવતા ચૂકી ગઈ. ભારતીય જોડી ક્વોલિફિકેશનના પ્રથમ રાઉન્ડમાં ૫૮૨ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહી હતી, પરંતુ આઠ જોડીના બીજા રાઉન્ડમાં ૭મા સ્થાને રહી હતી. ટોચ-૪ જોડીએ મેડલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.

ટોક્યો ઓલિમ્પિકમાં મિશ્ર એર રાયફલમાં અંજુમ મોહગિલ અને દિપક કુમારની જોડીએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. અંજુમ અને દીપકની જોડીએ સ્ટેજ-૨માં પ્રવેશ મેળવ્યો છે. તો બીજી તરફ ઇલાવેનિલ વાલારીવાન અને દિવ્યાનશી પવા જોડી પર બહાર થવાના સંકટ મંડરાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.