Abtak Media Google News

ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦ની શરૂઆત ૨૩મી જુલાઈથી શરૂ થનાર છે. ત્યારે ભારતીય ખેલાડીઓના તમામ કાર્યક્રમો જાહેર કઈ દેવામાં આવ્યા છે. હવે ઓલમ્પિક શરૂ થવામાં બે દિવસ જ આડા છે ત્યારે ભારતીય રમતવીરો પ્રેક્ટિસમાં પરસેવો પાડી મેદાન મારવા સજ્જ થયા છે. ટોક્યો ઓલમ્પિકમાં ભારતના કુલ ૧૨૭ એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં હોકી ટીમ માટે ૨ વધારાના ખેલાડી અને એક વધારાના ગોલ કીપરનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારત વર્ષ ૧૯૨૦થી સમર ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે ત્યારે વિશ્વ ફલકે છવાઈ જવા ભારતીય એથ્લેટ્સને ટોક્યો ઓલમ્પિક સ્વરૂપે મોટી તક સાંપડી છે.

કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો ઓલમ્પિક શરૂ થવાના દિવસે જ સવારે ૫:૩૦ વાગ્યે(ભારતીય સમય મુજબ) તિરંદાજીમાં દીપિકા કુમારીનો મુકાબલો હશે. જે બાદ સવારે ૯:૩૦ વાગ્યે મેન્સ ઈંડિવિઝ્યુલમાં અતાનું દાસ, પ્રવીણ જાદવ અને તરુણદીપ રાયનો મેચ હશે. જે બાદ ૨૪મીએ ટીમ એલિમિનેશનમાં અતાનું દાસ અને દીપિકા કુમારીનો મેચ હશે અને ૨૬મીએ પુરુષોની એલિમિનેશન રાઉન્ડ હશે. જે બાદ ૨૭મીએ પુરુષ અને મહિલાઓ બંનેના એલિમિનેશન મેચ હશે જે સવારે ૬:૦૦ કલાકે યોજાશે અને બપોરે ૧:૦૦ વાગ્યે નિર્ણાયક મેડલ મેચ યોજાશે.

એથ્લેટીક્સ કાર્યક્રમની શરૂઆત ૩૦મીથી થશે. જેમાં સવારે ૫:૩૦ વાગ્યે ૩૦૦૦ મિટરની દોડ હશે, જેમાં ભારત તરફે અવિનાશ સાબલે ભાગ લેનાર છે. જે બાદ ૭:૨૫ વાગ્યે પુરુષોની ૪૦૦ મિટરની વિઘ્નદોડનો પ્રથમ રાઉન્ડ યોજાશે, જેમાં ભારત તરફે એમ.પી. જબીર ભાગ લેશે. સવારે ૮:૧૦ વાગ્યે મહિલાઓનો વિઘ્નદોડનો પ્રથમ રાઉન્ડ યોજાશે જેમાં દુતી ચાંદ ભાગ લેનાર છે અને સાંજે ૪:૩૦ વાગ્યે ૪૦૦ મીટરની રિલે દોડ યોજાનાર છે જેમાં ભારત તરફે એલેક્સ એન્ટોની, સાર્થક ભામ્બ્રિ, રેવતી વિરામની, શુભા વેંકટેશન ભાગ લેશે.

૩૧મી જુલાઈએ મહિલાઓની ડિસ્ક થ્રો યોજાશે જેમાં ભારત તરફે સીમા પુનિયા ને કમલપ્રીત કૌર ભાગ લેશે. જે બાદ બપોરે ૩:૪૦ વાગ્યે પુરુષોની લોન્ગ જમ્પ યોજાશે જેમાં ભારતના એમ. શ્રીશંકર ભાગ લેશે. ૩:૪૫ વાગ્યે મહિલાઓની ૧૦૦ મીટર દોડનો સેમિફાઇનલ યોજાશે. જો દુતી ચાંદ અગાઉના મેચમાં ક્વોલિફાઈ કરશે તો તે આ રેસમાં પણ ભાગ લેશે. જે બાદ ૬:૦૫ વાગ્યે ૪૦૦ મિટરની રિલે રેસનો ફાઇનલ યોજાશે જેમાં ભારત તરફના ચાર ખેલાડીઓ પૈકી અગાઉ ક્વોલિફાઈ કરનાર ભાગ લઈ શકશે.

૧લી ઓગસ્ટે સાંજે ૫:૩૫ વાગ્યે વિઘ્નદોડની ૪૦૦ મીટર સેમિફાઇનલ યોજાશે જેમાં અગાઉ જબીર ક્વોલિફાઈ થયો હોય તો ભાગ લઈ શકશે. જે બાદ ૨જી ઓગસ્ટથી તમામ મેચો કબોલિફાઈ અને સેમિફાઈનલ અને ફાઇનલ મેચો ૬ઠ્ઠી ઓગસ્ટ સુધી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.