Abtak Media Google News

મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે આગેવાનોની હાજરીમાં આનંદ બંગલા ચોકથી લક્ષ્મીનગર મેઇન રોડ તરફ જતાં મેંગો માર્કેટવાળા ચોકનું નામાભિધાન કરાશે: પદાધિકારીઓનો ઋણ સ્વીકાર સાથે યોજાશે લોકડાયરાનો કાર્યક્રમ

સ્વ.રતિભાઇ રામભાઇ બોરીચા, પૂર્વ કોર્પોરેટર, પૂર્વ વિરોધ પક્ષ નેતા-તાલાલા તાલુકા પંચાયતની જન્મતીથી નિમિતે “સ્વ.રતિભાઇ રામભાઇ બોરીચા ચોક” અને પદાધિકારીઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ સાથે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ તા.ર6ને રવિવારના રોજ યોજાનાર છે. ત્યારે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા વૈભવભાઇ બોરીચા, ચેતનભાઇ બોરીચા, સંજયભાઇ બોરીચા અને સાગરભાઇ બોરીચાએ વિશેષ વિગતો આપી હતી.

રાજકોટ મહાનગર પાલીકાની સાધારણ સભામાં ઠરાવ પાસ થયેલ મવડી મેઇન રોડ, આનંદ બંગલા ચોકથી લક્ષ્મીનગર મેઇન રોડ તરફ જતા મેંગો માર્કેટ વાળા ચોકનું નામ “સ્વ.રતિભાઇ રામભાઇ બોરીચા ચોક” નામકરણ કરવામાં આવશે અને તા.ર6ને રવિવારના રોજ સ્વ.રતિભાઇ રામભાઇ બોરીચાની જન્મતીથી નિમિતે પદાધિકારીઓનો ઋણ સ્વીકાર અને (રાજભા ગઢવી તથા પૂનમબેન ગોંડલીયા)ના ભવ્ય લોક ડાયરાનું આયોજન ‘સ્વ.રતિભાઇ રામભાઇ બોરીચા પરિવાર’ દ્વારા કરવામાં આવેલ છે.

‘સ્વ.રતિભાઇ રામભાઇ બોરીચા ચોક’ નામકરણ અનાવરણ ગુજરાત રાજ્યના મંત્રી, રાજકોટ ઇસ્ટના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના વરદ હસ્તે કરવામાં આવશે, કાર્યક્રમનું પ્રમુખ સ્થાન ઉદયભાઇ કાનગડ શોભાવશે, આ કાર્યક્રમમાં મેયર ડો.પ્રદિપભાઇ ડવ- રાજકોટ શહેર ભાજપ, પ્રમુખ કમલેશભાઇ મીરાણી, રાજકોટ સાઉથના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરીયા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાની ‘નોટબુક તુલા’ કરવામાં આવશે અને નોટબુક તુલામાં જે નોટબુક થશે તે નોટબુક રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલીત શાળાના વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવશે. આ કાર્યક્રમ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, નિતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, પરેશભાઇ પીપળીયા તેમજ કોર્પોરેટરો, સ્ટે. ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડે.મેયર દર્શિતાબેન શાહ, પાર્ટી નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, મહામંત્રીઓ જીતુભાઇ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ, આહિર સમાજના આગેવાનો અશોકભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ હેરભા, બાબુભાઇ સબાડ, નાગદાનભાઇ ચાવડા, હરિભાઇ ડાંગર તેમજ વોર્ડ નં.13ના કોર્પોરેટરો તેમજ વોર્ડ નં.13ના સંગઠનના હોદ્ેદારો ઉ5સ્થિત રહેશે.

આ લોક ડાયરામાં ‘ઘોર કરવા’ (પૈસા ઉડાડવા)ની સખત મનાઇ રાખવામાં આવી છે અને આ લોક ડાયરામાં જે કોઇ સ્વૈચ્છીક ફંડ આપવા માંગતા હોઇ તેમના માટે ફંડ લખવા માટે કાઉન્ટર રાખવામાં આવશે. આ લોક ડાયરામાં જે કાંઇ ફંડ એકઠું થશે તે ફંડમાંથી 0 થી 7 વર્ષની દીકરીઓના “સુક્ધયા સમૃધ્ધિ યોજના” પોસ્ટમાં બચત ખાતા ખોલાવીને પાસબુક તેમના પરિવારને પહોંચાડી આપવામાં આવશે.

અબતક ડિઝીટલ અને ચેનલ દ્વારા જીવંત પ્રસારણ

સ્વ. રતિભાઈ રામભાઈ બોરીચા ચોકના નામાકરણ કાર્યક્રમનું અબતક ડીઝીટલ અને ચેનલ દ્વારા જીવંત પ્રસારણ કરાશે. જેનો લાખો દર્શકો કાર્યક્રમનો લાભ લઈ શકશે

  • જુઓ અબતક ચેનલ
  • ઈન કેબલ ચેનલ નં: 561
  • ડેન નેટવર્ક ચેનલ નં: 567
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં: 350
  • સહયોગ નેટવર્ક ચેનલ નં:105

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.