Abtak Media Google News

ચીફ મેનેજીંગ ડાયરેકટર પી.કે.આનંદના વરદ્ હસ્તે ઉદ્ઘાટન: ગ્રાહકોને વધુ સારી સેવા આપવા કટીબધ્ધતા

સૌરાષ્ટ્ર કચ્છની રાજધાની સમા રાજકોટ શહેરમાં છેલ્લા ૧૨ વર્ષી કાર્યરત ટ્રેકોન કુરીયર્સ પ્રા.લી.એ ખૂબજ ટૂંકા સમયગાળામાં વ્યાપાર ઉદ્યોગ જગતમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે. આ દરમિયાન ગ્રાહકોને સુવિધામાં વધારો કરવા આજે કંપનીના ચીફ મેનેજીંગ ડાયરેકટર પી.કે.આનંદના વરદ્ હસ્તે ત્રિકોણબાગ ખાતે નવનિર્મિત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજરોજ નવી ઓફિસના પ્રારંભ નીમીતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Dsc 7929નવનિર્મિત ઓફિસના ઉદ્ઘાટન માટે રાજકોટ આવેલા ચીફ મેનેજીંગ ડાયરેકટર પી.કે.આનંદે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ત્રિકોણબાગ ચોક ખાતે સુગર હાઉસ બિલ્ડીંગમાં નવનિર્મિત ઓફિસમાં ગ્રાહકોની સેવામાં સમપિત કરવા આનંદ અનુભવું છું. હાલ દેશભરમાં ૧૨ રીજીયોલન ઓફિસ, ૨૦૦ હબ ઓફિસ અને ૪૦૦૦ી વધુ ફેન્ચાઈઝીનું નેટકર્વ ધરાવતી ટ્રેકોન કંપની ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા કટીબધ્ધ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ટ્રેકોન કુરિયન કંપની મારફતે દરરોજ ૧.૮૦ લાખ ક્ધસાઈન્મેટનું બુકિંગ થાય છે. સૌરાષ્ટ્ર કચ્છના દરેક તાલુકા મકે ટ્રેકોન કુરીયર સુવિધા ઉપલબ્ધ છે. રાજકોટ નવનિર્મિત ઓફિસની મુલાકાતે લેવા ટ્રેકોન કુરીયર સર્વિસનો લાભ લેવા તેઓએ જનતાને અપીલ કરી હતી અને ૨૦૨૦ સુધીમાં દેશમાં ૧૦ હજાર ફેન્ચાઈઝીઓ આપવાનો લક્ષ્યાંક હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત ૨૦૨૧ સુધીમાં તેઓ પોતાનો લક્ષ્યાંક સિધ્ધ કરે તેમ ઉમેર્યું હતું. ભારત સીવાય નેપાળમાં પણ તેઓ તેની કુરીયર સર્વિસનો લાભ આપી રહ્યાં છે તેમ અંતમાં ઉમેર્યું હતું.

આ પત્રકાર પરિષદમાં ટ્રેકોન કુરીયર પ્રા.લી.ના આસીસ્ટન્ટ જરનલ મેનેજર જયંતા રોય, રાજકોટ ઓફિસના આસી.રીજીનલ મેનેજર પીયુષ ચંદારાણા ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.