Abtak Media Google News

કેન્દ્ર અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરાશે નિકાસકારોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લવાશે

2030 સુધીમાં 2 ટ્રિલિયન ડોલરની નિકાસ હાંસલ કરવા માટે સરકારે ભારતની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ચોક્કસ ઉત્પાદનો અને બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રોડ મેપ તૈયાર કરી રહી છે.

આ માટે ટ્રેડ ઈન્ડિયા જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને દક્ષિણ કોરિયાની કોરિયા ટ્રેડ-ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીની તર્જ પર રોડમેપ તૈયાર કરી રહી છે. જે બહુવિધ નિકાસ પ્રમોશન કાઉન્સિલનું સ્થાન લેશે, ટ્રેડ બોડીના માળખા અને કાર્ય સહિત વ્યાપક રૂપરેખાઓ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ઔપચારિક દરખાસ્ત કરવામાં આવી શકે છે.

નિકાસમાં સુધારો કરવા, કાર્યક્ષમતા વધારવા અને આગળ જતાં નિકાસમાં કોઈપણ પ્રકારની ઢીલીપણાની જવાબદારી લેવા માટે મુખ્ય ઉત્પાદનો અને બજારોને ઓળખવામાં સરકારને મદદ કરવા માટે કેન્દ્રિય સંસ્થાની જરૂરિયાત અનુભવાઈ છે.  અધિકારીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલાઈઝ બોડી કેન્દ્ર અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરશે અને 2-ટ્રિલિયન ડોલરના નિકાસ ચિહ્નને હાંસલ કરવા માટેના વાર્ષિક લક્ષ્યાંકો સાથે વ્યાપક રોડમેપ પર કામ કરશે.આ ઉપરાંત, તે તમામ ભંડોળને ઈપીસીને નિર્દેશિત કરવા માટે પણ જવાબદાર રહેશે.

નવા નિકાસકારોને વધુ પ્રોત્સાહિત કરાશે

ટ્રેડ બોડી નવા નિકાસકારોને પ્રોત્સાહિત કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે, જ્યારે હાલના ઉત્પાદનો અને બજારો માટે અવરોધોને ઓળખશે. સરકારનું માનવું છે કે આ હેતુ માટે સ્થાપવામાં આવેલ ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન મોટાભાગે વેપાર મેળાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વ્યાપાર પ્રમોશન માટે ખાનગી ક્ષેત્ર સાથે જોડાણ કરવાની પણ યોજના છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.