Abtak Media Google News

કમલ દયાનીને ફરી જીએડીમાં મૂકાયા, મોના ખંધારને પંચાયત-ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે વધારોનો ચાર્જ

અશ્વિની કુમારને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ બનાવાયા: મનિષ ભારદ્વાજને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ બનાવાયા

આરતી કુંવરને નાણા વિભાગના સચિવ તરીકે વધારાનો હવાલો: રાજકુમાર બેનીવાલ મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેનો વધારાનો ચાર્જ

રાજ્યમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા સરકાર હરકતમાં આવી છે. જેમાં લાંબા સમયથી આઇએએસ અને આઇપીએસની બદલીના ભણકારા વચ્ચે રાજ્યમાં 7 વરિષ્ઠ સનદી અધિકારીની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં કમલ દયાણી, એમ કે દાસ, મોના ખાંધાર, અશ્વિની કુમાર, મનિષ ભારદ્વાજ, આરતી કુંવર, રાજ કુમાર બેનિવાલનો સમાવેશ થાય છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા સાત આઇએએસની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગના સચિવ કમલ દયાનીને ફરી જીએડીમાં મૂકાયા છે. તેમના સ્થાને સિનિયર આઇએએસ એમ.કે.દાસને મહેસૂલ સચિવ તરીકે વધારાનો હવાલો સોંપાયો છે. દાસ પાસે હાલ બંદર અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સ્થાને તેઓ યથાવત રહેશે.

આ ઉપરાંત નાણા વિભાગના અગ્રસચિવ મોના ખંધારની પંચાયત તથા ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે બદલી કરાય છે. તેઓને રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે. રમત-ગમત યુથ અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ અશ્ર્વિની કુમારને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે. સાથેસાથે તેઓ રમત-ગમત, યુથ અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ તરીકે યથાવત રહેશે. પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ મનિષ ભારદ્વાજને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ તરીકે વધારાનો હવાલો સોંપાયો છે. દિલ્હીમાં રેસીડેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આરતી કુંવરને નાણા વિભાગના સચિવ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

જ્યારે કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીસ, શહેરી વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલને ગુજરાત મેરીટાઇમ વોર્ડના વાઇસ ચેરમેન તરીકેનો ચાર્જ સોંપાયો છે.આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા 125થી વધુ આઇપીએસની બદલી કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.