Abtak Media Google News

જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શહાબુદીનભાઈ રાઠોડ અને ગુણવંતભાઈ ચુડાસમા મનોરંજન પીરસશે મહાસંમેલનને સફળ બનાવવા માટે વકીલોની અલગ-અલગ ટીમો દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને અપાતો આખરી ઓપ

ગુજરાત ભાજપ લીગલ સેલ ધ્વારા તા.9 ને શનીવાર, સાંજે રાજકોટના કાલાવડ રોડ ઉપર બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં, પ્રમુખસ્વામી સભાગૃહમાં યોજાનારા વકીલ મહાસંમેલનમાં  ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, કર્ણાટકના પુર્વ ગર્વનર વજુભાઈ વાળા,  પુર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ, વન મંત્રી કિરીટસિંહ રાણા, શ્રમ  મંત્રી બ્રિજેશ મેરજા, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સામાજીક ન્યાય મંત્રી આર. સી. મકવાણા અને પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ સહિતના પ્રધાનો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

Advertisement

તેમજ સાંસદો  રામભાઈ મોકરીયા, શળ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો  ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.  શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટના મેયર ડો. પ્રદિપભાઈ ડવ અને  બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ કાર્યક્રમમાં આ અતિથી વિશેષ પદ્ ઉપસ્થિત રહેશે,આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટના બાર એસોસીએશન ઉપરાંત અન્ય એસોસીએશનો અને વિવિધ કમીટીઓ જહેમત ઉઠાવી  રહયા છે.   વ્યવસ્થાઓ માટે વિવિધ કમીટીઓની રચના કરવામાં આવેલી છે. આ વકીલ મહાસંમેલનમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાંથી વકીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય, રાજકોટના અને બહારગામના વકીલોના વાહનોની પાર્કિંગની વ્યવસ્થા માટે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરની બાજુમાં કાલાવડ રોડ ઉપર આવેલ માતુશ્રી વિરબાઈ મહીલા કોલેજના કમ્પાઉન્ડમાં વ્યવસ્થા  કરવામાં આવેલી છે.  વકીલ મહાસંમેલનમાં બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી સભાગૃહમાં પ્રવેશ મેળવવા માટે કાલાવડ રોડ ઉપર આવેલ પ્રેમવતી ઉપહાર ગૃહ વાળી શેરીમાં ગેઈટ નં. 5 માંથી પ્રવેશ મેળવવાનો રહેશે. કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી શહાબુદીન રાઠોડ અને  ગુણવંતભાઈ ચુડાસમા ઉપસ્થિત રહી હાસ્યની છોળો ઉછાડશે અને વકીલો આનંદની હળવીપળો માણી શકે તેવુ વાતાવરણ નિર્માણ કરવાનો પ્રયાસ કરેલો છે.

ભાજપ ધ્વારા સમગ્ર દેશમાં વિશાળ સંખ્યામાં નવા સભ્યો નોંધણી ઝુંબેશ કાર્યરત હોય એવા સંજોગોમાં વકીલાતના વ્યવસાથ સાથે સંકળાયેલા અને ભાજપના વિચારધારામાં માનતા અને ભાજપના શુભેચ્છક હોય તેવા વકીલોને ભાજપના સભ્યો બનાવવા માટે કાર્યક્રમ દરમ્યાન સભ્ય નોંધણી ઝુંબેશનું લાઈવ ડેમોસ્ટ્રેશન ધ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

સંમેલન અંતર્ગત રાત્રે જે.જે. પટેલની ઉપસ્થિતિમાં બેઠક

સૌરાષ્ટ્ર કચ્છ બીજેપી લીગલ સેલના વકીલઓનું મહાસંમેલન ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં  પ્રદેશ  લીગલ સેલના સંયોજકમાં.જે.જે.પટેલ , સહ સંયોજક આપણા રાજકોટ અનિલભાઈ દેસાઈ અને  દિલીપભાઈ જોશી ના નેતૃત્વ માં રાજકોટ માં તા.9/7/22 શનીવારના રોજ છે તેની તૈયારી ના ભાગરૂપે જે.જે.પટેલ   તા.8/7/22 ના રાત્રે 10 વાગ્યે અનિલભાઈ ની ઓફિસે બેઠકમાં ઉપસ્થિત રહેવાના હોય દરેક બીજેપી ની વિચારધારા માં માનનાર  રાજકોટ ના વકીલમીત્રો મોટી સંખ્યા માં હાજર રહવા વિનંતી.સંજય વ્યાસ,  પૂર્વ પ્રમુખ, રાજકોટ બાર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

મહાસંમેલનમાં ઉમટી પડવા ભાજપ લીગલ સેલ અને રેવન્યુ બારની હાંકલ

Screenshot 1 11

ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વકીલોને જોડવાના હેતુથી આવતી કાલે કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં વકીલ મહાસંમેલન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજવા જઈ રહ્યું છે ત્યારે આ વકીલ મહા સંમેલનમાં ઉપસ્થિત રહેવા તમામ વકીલોને ભાજપ લીગલ સેલ અને રેવન્યુ બાર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. આ વકીલ મહા સંમેલનમાં પ્રદક્ષ પ્રદેશ કારોબારી હિતેશભાઈ દવે રાજકોટ મહાનગર સહસયોજક પટેલ અને પૂર્વ પ્રદેશ ભાજપ લીગલ સેલના અગ્રણી દિલીપભાઈ પટેલ સહિતનાએ યોજાનાર વકીલ મહાસંમેલનમાં વકીલોને ઉપસ્થિત રહેવા હાંકલ કરી છે આ વકીલ મહાસંમેલનના કાર્યક્રમને સફળ બનાવવા રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ સી.એચ. પટેલ, ઉપપ્રમુખ નલીનભાઈ પટેલ મંત્રી ડી.ડી. મહેતા સહમંત્રી હિરેનભાઈ વ્યાસ અને ખજાનચી જયેશભાઈ બોઘરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.