Abtak Media Google News

લીલી પરિક્રમા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા આજી પાંચ દિવસ સુધી ૬૦થી વધુ બસ રાઉન્ડ ધી કલોક દોડાવાશે

જૂનાગઢના ગરવા ગિરનાર ફરતે યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો આજી પ્રારંભ થયો હતો. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતી ઉપરાંત દેશ-વિદેશી લાખો લોકો ઉમટી પડે છે. તમામ મુસાફરોની હેરફેર માટે એસ.ટી. તંત્ર દ્વારા આ વર્ષે ૬૦થી વધુ એકસ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કર્યું છે.

Dsc 0892 E1573213949848

રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિમામક યોગેશ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લીલી પરિક્રમાનો આજી પ્રારંભ થયો છે. ત્યારે મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડીવીઝન દ્વારા ૬૦ વધારાની બસો દોડાવાશે. આગામી ૫ દિવસ સુધી રાજકોટી જૂનાગઢ ૬૦થી વધુ બસો રાઉન્ડ ધી કલોક દોડાવાશે.એફકેઝેડ 1

આ ઉપરાંત ગોંડલી પણ લીલી પરિક્રમા કરવા જવા ૨૦ વધુ બસો દોડાવવામાં આવશે. આજે પ્રથમ દિવસે રાજકોટ એસટી ડિવિઝનમાં લીલી પરિક્રમા કરવા જતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.