Abtak Media Google News

ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 46 કિલોમીટર નીચે હોવાનું સામે આવ્યું

જાપાનના હોક્કાઇડોમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 46 કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગુરુવારે પૂર્વી તુર્કીમાં 5.2 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તુર્કીમાં ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીમાં 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આ આંચકાઓને કારણે ભારે વિનાશ થઈ શકે છે.

Advertisement

તુર્કીમાં ભૂકંપના કારણે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હજુ સુધી કોઈ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 22 લોકોને નાની-મોટી ઈજા થઈ છે. રાહત કાર્ય માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ ફિલ્ડ સર્વે કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.