Abtak Media Google News

‘અબતક’ ની મુલાકાતમાં લગ્નોત્સવની વિગતો, દાતાઓની સખાવત અને કાર્યક્રમની તૈયારીઓની આગેવાનોએ આપી વિગતો

માનવ સેવા ઉતમ ધર્મ.. રાજકોટ સહીત સૌરાષ્ટ્રની સેવા ભાવી સંસ્થાઓના સમાજ સેવા માટે જાણીતી સંસ્થા ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 9મા સર્વ ક્ષત્રીય સમુહ લગ્નોત્સવમાં 11 યુગલો તા.9 માર્ચ ગુરુવારે માનવ ધર્મ આશ્રમ પાછળ બુધવારી પટમાં પ્રભુતાના પગલા પાડશે. ‘અબતક’ ની મુલાકાતમાં મુખ્ય આયોજક વર્ષાબેન રૈયાણી, સુરેશભાઇ મકવાણા, રાજુભાઇ ટાંક, ધીરજભાઇ વેગડ અને ભાવેશભાઇ વાઢેરે કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે, રાજકોટ ખાતે ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હુડકો પોલીસ ચોકી પાછળ, માનવ ધર્મ આશ્રમની પાછળ રાજકોટ આયોજીત નવમો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું તા. 9-3 ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કરીયાવરમાં 1ર0 થી વધુ વસ્તુનો કરિયાવર આપવામાં આવશે. જે સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડનાર 11 નવદંપતિને મંગલ આશિષ આપવા સંતો-મહંતો  ઉપસ્થિત રહેશે. ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નયનભાઇ મકવાણા, તથા વર્ષાબેન રૈયાણી, રજનીભાઇ સાંગાણી, એડવોકેટ સી.જી. રામાણી, એડવોકેટ જયદીપભાઇ સીદપરા, તેમજ અન્ય કાર્યકરોએ સંપૂર્ણ સાથ સહકાર તથા તન, મન, ધનથી સેવા આપશે. આ નવો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવને તથા અન્ય સેવાના મનોરથ પૂર્ણ કરતા સેવાભાવિ સેવકોને બિરદાવવા દરેક શહેરી જનતાને ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.

11 દિકરી લાપાસરાના મહંત ક્ષીપાનાથબાપુ, મહંત ગાંડીયાબાપુ, મધુસુદન લાલજી મહારાજ વસાવડ, મહંત રાજેન્દ્ર ભારતી બાપુ, દર્શન ભારતી બાપુ, પાળ રામજી ભગત, ઇશ્ર્વરીયા ઠાકરચંદબાપુ, કોઠારીયા હરજીવનબાપુ,: નીલકંઠ સ્વામી અને અવઘેસબાપુ, ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં નવ માર્ચ સવારે છ કલાકે જાન આગમન, સાત વાગ્યે સામૈયા, દશ વાગે હસ્તમેળાપ બાદ સન્માન, ભોજન સભારંભ અને દોઢ વાગ્યે વિદાય કરાશે. આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવા ત્રિવેણી સંગમ ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નયનભાઇ મકવાણા, વર્ષાબેન રૈયાણી, ચિતનભાઇ રામાણી, જયદીપભાઇ સિદપરા, રજનીભાઇ સાંગાણીએ તમામએ અનુરધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.