Abtak Media Google News

પેસેન્જર ભરવા બાબતે યુવકને, સાસુએ દુકાન દાનમાં આપી દેતા ફુઆને ભત્રીજાએ અને હિસાબના પ્રશ્ર્ને પિતા-પુત્રને ભાઈ અને ભત્રીજાએ લમધાર્યા

જેતપુર શહેરમાં બે સ્થળે અને તાલુકામાં મળી ત્રણ સ્થળે નજીવી બાબતે મારામારીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પેઢલા ગામે નોકરીમાંથી છૂટા કર્યાના હિસાબના પ્રશ્ર્ને પિતા અને બેપુત્રોને સગાભાઈ અને બેભત્રીજાએ મારમાર્યો જયારે ટ્રાવેલ્સમાં પેસેન્જર ભરવા બાબતે અને દાદીમાં દુકાન દાન કરી દેતા જેનો ખાર રાખી ફુઆ ઉપર બે શખ્સો હુમલો કર્યા ની ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત જેતપૂરના વોરાવાડ જેપી ડાઈંગ પાસેરહેતા અબુભાઈ જુમાભાઈ મુસાણીએ નવાગઢ ખાતે રહેતો વસીમ અમીન કુરેશીએ ધોકા વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી અબુભાઈના સાસુ હલીમાબેન કુરેશીએ ત્રણ દિવસ પહેલા દુકાન મેમણ જમાત ટ્રસ્ટને આપી દેતા તેના પૌત્ર વસીમને સારૂ ન લાગતા આથી ફુઆ અબુ મુસાણીને મારમાર્યાની ફરિયાદમાં જણાવ્યું છે.

જયારે જેતપુરના જાગતીનગરમાં રહેતા સુરેશભાઈ જીલુભાઈ વાળાએ ખોડપરા ગામે રહેતા વલકુ જીવા ગોવાળીયાએ મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસની તપાસમાં ફરિયાદી સુરેશભાઈ વાળા નામના યુવક ખાનગી બસ રાજકોટ-જેતપુર પાસે ચલાવતા હોય અને પેસેન્જર ભરવા બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલમાં ધારીયા વડે વલકુ ગોવાળીયાએ મારમાર્યાનું ખૂલતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ ઉપરાંત જેતપુર તાલુકાના પેઢલા ગામે રહેતા હરેશભાઈ નારણભાઈ સરવૈયાએ પોતાના ભાઈ રાજુ નારણ સરવૈયા, ભત્રીજો કરણ અને હાર્દિકે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યાપ્રમાણે હરેશભાઈ સરવૈયાએ ભાઈ રાજુ સરવૈયાને કામ રાખેલ હોય અને તેના હિસાબના મુદે બંને વચ્ચે ચાલતી માથાકૂટમાં પિતા બે પુત્રને ભાઈ અને બે ભત્રીજાએ લોખંડના પાઈપ વડે મારમાર્યાનું ખૂલતા ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.