Abtak Media Google News

ભારતની મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો શુક્રવારે નરેન્દ્ર મોદીની મુલાકાત કરવાના છે. ગુરુવારે મોદીએ આ વિશે એક ટ્વિટ પણ કર્યું હતું. તેમાં તેમણે ભારત-કેનેડાના સંબંધોને મજબૂત કરવાની વાત કરી હતી. એક અન્ય ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ ટ્રુડો અને તેમના બાળકોને મળવા માટે ખૂબ ઉત્સુક છે. પીએમએ આ ટ્વિટ સાથે તેમના 2015ના કેનેડાની મુલાકાતના ફોટો પણ પોસ્ટ કર્યા હતા. માનવામાં આવે છે કે, આજની મોદી અને ટ્રુડોની મીટિંગમાં ન્યૂક્લિયર ડીલ, બિઝનેસ, એજ્યુકેશન અને વિવાદિત ખાલિસ્ચાન મુદ્દા પર ચર્ચા કરી શકે છે. નોંધનીય છે કે, સ્પેશિયલ ડિનરમાં ખાલિસ્તાનના સમર્થકને આમંત્રણ આપવાના કારમે ટ્રુડોની આ મુલાકાત વિવાદિત થઈ ગઈ હતી.

Advertisement

 

 


© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.