Abtak Media Google News

ગત મોડીરાત્રે ઉદય શિવાનંદ હોસ્પિટલ માં આઈસીયુ વોર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને એ આગમાં પાંચ નિર્દોષ જીંદગી હોમાઇ હતી. પાંચ પરિવારો માં આક્રંદ સાથે શોકનો માહોલ છવાયો હતો. આજરોજ સમાચાર મળતાની સાથે જ શિવાનંદ હોસ્પિટલ ના ટ્રસ્ટી અશોકકુમાર મહેતા સ્થળ પર દોડી આવ્યા હતા અને મીડિયા સમક્ષ કઠણ કાળજે ભળાશ કાઢતા જણાવ્યું હતું કે એડી.કલેકટર પંડ્યા સાહેબે 2 વખત મને રૂબરૂ બોલાવ્યો હતો.બાદ માં કલેકટર સાથે અમે ત્રણ જાણા જેમાં અમારા MD સત્યજીતકુમાર ખાચર, વર્મા સાહેબ અને મેં કલેક્ટર સાથે મિટિંગ કરી હતી. મેનેજીંગ ટ્રસ્ટી અશોકકુમારે જણાવ્યું હતું કે મે ડો.કરમટા અને ત્રિવેદી ને કહ્યું હતું કે આપણે કોવિડ માટે હોસ્પિટલ નથી આપવી. કલેક્ટરે અમને બોલાવી કહ્યું કે કોરોનાનાં કેસો રાજકોટમાં વધતા જાય છે .તમારી હોસ્પિટલ કોવિડ માં આપો. અમે કહ્યું પોહચી શકી તેમજ નથી ત્યારે કલેક્ટરે કહ્યું ઉદય વાળા સંભાળશે તમે આપી દો. તમારો ખર્ચો ભરપાઈ કરી દઈશું.મારુ માન્યા હોત તો આજે આવી ઘટના ન બની હોત. જે પ્રકારે નિર્દોષ લોકોનો આગે ભોગ લીધો છે ત્યારે તમામના મોત પાછળ જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ છે ત્યારે આગામી દિવસોમાં અધિક મુખ્ય સચિવ દ્વારા શું રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપશે તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.