Abtak Media Google News

વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ‚. ૧.૮૫ કરોડની સહાય ચુકવાઈ: ૪૯ કામો પ્રગતિ હેઠળ

નવેમ્બર-ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અનેક લોકો માટે આશિર્વાદરૂપ બની છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારજનોને પ્રાથમિક જરૂરીયાતોવાળું સુવિધાસભર પાકું ઘર આપવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીને રૂ. ૧.૨૦ લાખની સહાય ચુકવવામાં આવે છે.

Advertisement

રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન કુલ ૧૮૧ આવાસના લક્ષ્યાંક સામે લાભાર્થીઓને રૂપિયા ૧.૮૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે. જેમાં ૧૩૨ આવાસ પૂર્ણ થઈ ગયા છે અને ૪૯ આવાસની કામગીરી પ્રગતિ હેઠળ છે તેમ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડીસ્ટ્રીક કો-ઓર્ડીનેટર ઋષિત અગ્રાવતે જણાવ્યું હતું.

આ ઉપરાંત રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન ૨૩૪ આવાસ આપવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૯૬ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવાની મંજુરી અપાઈ છે.તેમજ બાકી વધતા ૧૩૮ લાભાર્થીઓની ફાઈલ તૈયાર થતાં તેમને પણ લાભ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.