Abtak Media Google News

અબતક રાજકોટ

ભારતીય શેરબજારમાં આજે મંગળવાર ખરા અર્થમાં મંગળકારી સાબિત થયો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલા ઉછાળાને પગલે આજે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્સમા ઉછાળા જોવા મળ્યા હતા.સેન્સેક્સ ફરી એકવાર 50,000ની સપાટી ઓળંગી હતી.નિફ્ટી પણ 15 હજારની સપાટીને હાંસલ કરવામાં સફળ રહી હતી.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે 16 પૈસા મજબૂત થવા પામ્યો હતો.

આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્સ સેન્સેક્સ તથા નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોએ વિશ્વાસ સાથે ખરીદીનો દોર ચાલુ રાખતા તથા આંતરરાષ્ટ્રીય બજારમાં દેખાયેલી તેજીના પગલે દિવસ દરમિયાન શેરબજાર સતત ગ્રીન ઝોનમાં કામકાજ કરતો નજરે પડ્યા હતા  ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 50313 અને નિફ્ટીએ 15137 પોઇન્ટની સપાટી હાંસલ કરી હતી.બુલિયન બજારમાં સોનામાં સામાન્ય ઘટાડો ચાંદીમાં નજીવો ઉછાળો વર્તાયો હતો.જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 16 પૈસા મજબૂત બન્યો હતો રૂપિયો હાલ તો 73.04  ની સપાટી પર કામકાજ કરી રહ્યો છે.  આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 595 પોઇન્ટના ઉછાળા સાથે 50176 અને નિફ્ટી 172 પોઈન્ટના વધારા સાથે 15137 પર ટ્રેડ કરી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.