Abtak Media Google News

ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી અસલી નકલી સોનાનું બિસ્કીટ, કાર અને મોબાઇલ મળી રૂ. 6 લાખનો મુદામાલ કબ્જ કર્યો

ઝડપાયેલા બે પૈકી એક શખ્સ સામે 19 ગંભીર પ્રકારના ગુના નોંધાયા’તા

અસલી સોનુ બતાવી અને નકલી સોનુ પધરાવી નાણા ખંખેરતી અને રાજકોટ શહેરના હથિયારના ગુનામાં વોન્ટેડ આંતર રાજય ગેંગના બે સાગ્રીતના બેડી ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચે દબોચી લઇ કાર, અસલ અને નકલી સોનાના બિસ્કીટ મળી રૂ. 2.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી ગુનાખોરી કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.પેટ્રોલીંગ દરમ્યાન આણંદ ખાતે રહેતો અરવિંદ ઉર્ફે શૈલેષ રાજુ પટેલ અને મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા સંદીપ માવજી મેરજા નામના શખ્સો બેડી ચોકડી પાસે ગુનાખોરી આચરવા માટે આવ્યાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એમ.વી. રબારી સ્ટાફ પ્રતાપસિંહ ઝાલા,જયુભા પરમાર, હરદેવસિંહ જાડેજા અને પુષ્પરાજસિંહ જાડેજા સહીતના સ્ટાફે ગોઠવેલી વોચમાં અરવિંદ પટેલ અને સંદીપ પટેલની અટકાયત કરી તેના કબ્જામાંથી અસલી અને નકલી સોનાનું બીસ્કીટ મળી આવ્યું હતું.

ઝડપાયેલા બન્ને શખ્સોની પ્રાથમિક પુછપરછમા અસલી સોનું પધરાવી ધીરાણ મેળવી નાણા ખેખરતા હોવાના પર્દાફશ કર્યો છે. ત્રણ ગુનાની કબુલાત આપી છે.

ઝડપાયેલા અરવિંદ ઉર્ફે શૈલેષ પટેલ સામે વડોદરા, સુરત, આણંદ, મુંબઇ, અમદાવાદ, જામનગર, નાગપુર અને પુર્ણે સહીતના શહેરોમાં છેતરપીંડી, લુંટ, હથિયાર અને સહીતના 19 ગુના નોંધાયા છે.ઝડપાયેલા શખ્સો લોકો સાથે મિત્રતા કેળવી વિશ્ર્વાસ પ્રાપ્ત કરી પૈસાની જરુરીયાત હોય અને સોનું ગીરવે મુકવાનું નકકી કરી અને ચાલકીથી સામાવાળાની નજર ચુકવી અસલીને બદલે નકલી સોનુ ધાબડી ઠગાઇ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.