Abtak Media Google News

ચોખા, 20400 બોટલ દારૂ અને ટ્રક મળી રૂ. 43.94 લાખનો મુદામાલ કબ્જે

મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે 31 ડીસેમ્બરની ઉજવણી નિમીતે પંજાબથી મુન્દ્રા (કચ્છ) ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની નાની મોટી 20,400 બોટલો તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 43,94,200/- ના મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડ્યા છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી આરજે 02 જીએ 7202 નંબરનું એક ટાટા ટ્રક માળીયા મિ. તરફ આવનાર છે. જે ગાડીમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.

તેવી ચોકકસ હકિકતનાં આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટ્રકમાંથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના જાયડુ ગામે રહેતા ચુનીલાલ સઓ દુર્ગારામ પુનીયા તથા  રાજસ્થાનના બાડમેર જિલ્લાના સનાવડા ગામે રહેતા દેવારામ હનુમાનરામ માયલા નામના ઇસમો  બોટલો તથા ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની 4,800 બોટલો સાથે મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે ટાટા ટ્રક, ચોખા ભરેલ 224 બોરીઓ જે મળી કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેમજ રાજસ્થાનના આબુરોડ પર રહેતા વિકાસ ઉર્ફે વિક્રમસિંગ નામના ઈસમનું પૂછપરછ દરમિયાન નામ ખુલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઈ કે.જે.ચૌહાણ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ સહિતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.