Abtak Media Google News

સુરક્ષાદળોએ છેલ્લા બે અઠવાડિયામાં કાશ્મીરમાં ઉંબાડીયા કરી ઘુસવા તૈયારી કરનારા સાત આતંકીઓનો ખાતમો બોલાવ્યો

કલમ ૩૭૦ની નાબુદી સાથે જમ્મુ-કાશ્મીર રાજયના ખાસ દરજજાની સમાપ્તિ થઈ જવા પામી છે.રાજયને બે ભાગમાં વહેંચીને શાંતિપૂર્ણ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં કેન્દ્ર સરકારને ઐતિહાસિક સફળતા મળી છે. આ સફળતાથી ફફડી ઉઠેલા દેશવિરોધી તત્વો કાશ્મીરને સળગતું રાખવાનાં સમયાંતરે પ્રયાસો કરતા રહે છે. પરંતુ કાશ્મીરના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરનારા સુરક્ષા જવાનો પાસે આવા તત્વોની કારી ફાવતી નથી. પીઓકેમાંથી કાશ્મીરમાં હંદવાળના જંગલ વિસ્તારમાંથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરનારા બે આતંકીઓને સુરક્ષા જવાનો દ્વારા ઠાર મારવામાં આવ્યા છે જયારે આ આતંકીઓને ઘુસણખોરીમાં મદદ કરનારા પાંચ ગદ્દારોને પણ આતંકીઓ સાથે ઠાર મારવામાં આવ્યા છે.

આ બે આતંકીઓને પણ ૫ એપ્રીલે એલઓસીમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં કેરનક્ષેત્રના કુપવાળા જીલ્લાનાં રંગદોરી જંગલમાં ઠાર મરાયા હતા ઠાર મરાયેલા ૭ પૈકીનાં પાંચ આતંકીઓના સાગરીતો હોવાનું બહાર આવ્યું છે. તેમ છતાં ગુપ્તચર વિભાગે એવી પણ માહિતી આપી છે કે એલઓસીમાંથી પાક. કબજા ગ્રસ્ત કાશ્મીરમાં કેVલાંક દિવસો પહેલા ભાગી ગયા હતા સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતુકે ચનજીમુલ્લામાં પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરના આતંકી હૈદર અને હંદવાળા ના આસિફ છેલ્લા બે અઠવાડિયાથી જંગલમાં નજરે પડયા હતા. સેનાની ૨૧ અને ૧૫ નંબરની રાષ્ટ્રીય રાયફલ રેઝીમેન્ટ આ વિસ્તારને કોર્ડન કરીને બંને આતંકીઓને શસ્ત્ર સરંજામના મોટા જથ્થા સાથે ઘૂસી લીધા હતા.

કાશ્મીર રેન્જના આઈજી વિજયકુમારે જણાવ્યું હતુ કે હૈદર સાત આતંકીઓની ટોળકીનો હિસ્સો હતો જે ૫ એપ્રીલે કરન વિસ્તારમાં ૫ સૈનિકોની હત્યાના બનાવમાં સંડોવાયો હતો. હૈદર લશ્કરે તોયબાના કમાન્ડ અને તે ઉત્તર કાશ્મીરના બોલાબ સોગંમ અને હંદવાળા વિસ્તારમાં જૂન ૨૦૧૭ થી સક્રિય હતો તે સોથરમાં શહીદ કરવામાં આવેલા ત્રણ સીઆરપીએફનાં હત્યાનો અને અનેક નાગરીકોની હત્યાનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. હૈદરને સીમાપારથી લશ્કરે તોયબાના નવા આતંકીઓને દેશવિરોધી હુમલામાં ઉપયોગ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. અન્ય ઠાર મરાયેલા આતંકી આસિફઋષિ હંદવાળાના ચબુતરા ગુંડનો રહેવાસી હતો.

હૈદર અને આસિફ બંનેના મૃતદેહોને બારામુલ્લા જીલ્લાના શીરીખાતે લઈ જવાયા હતા અને ન્યાયધીશની હાજરીમાં જ દફનાવી દેવામાં આવ્યાહતા.

હંદવાળા જંગલ વિસ્તારમાં છેલ્લા બે અઠવાડીયાથી તેજ બની ગયેલી દેશ વિરોધી પ્રવૃત્તિઓને કડક હાથે દાબી દેવા સુરક્ષાદળોએ હાથ ધરેલી કામગીરીના પરિણામે બે આતંકીઓના ખાતમાંથી અત્યાર સુધીમાં કુલ ૭ આતંકીઓને ખતમ કરી નાખવામાં આવ્યા હતા. ૫મી એપ્રીલે આતંકીઓએ એલઓસી પર કેરનક્ષેત્રમા પાંચ સૈનિકોને અને સોપોરમાં ત્રણ સૈનિકોની હત્યા કરી હતી તેના બે માસ્ટર માઈન્ડોને ઠાર મારી નાખ્યા હતા એલઓસી પર નાપાક પ્રવૃત્તિઓ આચરનારા તત્વો સામે સેનાના આકરા મિજાજને લઈને નાપાક તત્વોમાં ભય ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.