Abtak Media Google News

કંપનીનાં એમડી ભરતભાઈ શાહ અને ડિરેકટર વિજયભાઈ શાહની અભૂતપૂર્વ શોધ: કુશળ એન્જીનીયરો સહિત ૧૫૦થી વધુ

કાર્યકરોની ટીમે દિન-રાત મહેનત કરી ઓટોમેટીક એન-૯૫ માસ્કનું આધુનિક મશીન માત્ર ૨૦ દિવસમાં તૈયાર કર્યું

કોરોના સામેની લડતમાં રાજકોટનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. જ્યોતિ સી.એન.સી દ્વારા વેન્ટિલેટર મશીન બનાવીને વિક્રમ સર્જ્યા બાદ ફરી એક વખત રાજકોટની પેલિકન રોટોફલેક્સ કંપનીએ દેશમાં પ્રથમ વખત એન-૯૫ માસ્કનું મશીન બનાવીને રેકોર્ડ સર્જી્ દીધો છે. આ કંપનીની અભૂતપૂર્વ સફળતા સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે. કંપનીના ડિરેકટર વિજયભાઈ શાહની આ નવી શોધએ રાજકોટને દેશ-વિદેશના નકશામાં શિરમોર કર્યું છે.

Advertisement

વિજયભાઈ શાહને આ મશીન બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? અને આ મશીન કેવી રીતે બન્યું?તેમની અહીં સુધીની સફર વિગતવાર રજૂ કરી છે. જ્યાંથી કોરોના અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ વાઇરસ થી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય હતું. આ મહામારી સમગ્ર દેશમાં ફેલાઈ ત્યારે સારી ગુણવત્તા ધરાવતા એન ૯૫ માસ્ક ની તંગી હતી. આ સમયમાં લોકડાઉન શરૂ થયું અને ભરતભાઈ અને તેમના ભાઈ વિજયભાઈને વિચાર આવ્યો કે, ચાઇના જેવો દેશ ખૂબ જ ઊંચા ભાવથી નબળી ગુણવત્તામાં આ મશીન આપે છે ત્યારે આપણે શા માટે આ મશીનના બનાવી શકીએ? બસ એક વિચાર પર આગળની કામગીરી શરૂ થઈ અને પેલીકન કંપનીના કુશળ એન્જિનિયર અને ઇલેક્ટ્રોનિક સોફ્ટવેર ડેવલપમેન્ટના એન્જિનિયરો, ઉચ્ચ પ્રોડક્શન ફેસીલીટી સહિત દોઢસોથી વધુ લોકોની ટીમે દિવસ રાત ઉજાગરા કરીને ફુલ્લી ઓટોમેટિક એન-૯૫ મશીન માત્ર ૨૦ દિવસમાં બનાવ્યું.

આ મશીનમાં ન્યૂ જનરેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ચાઈનીઝ કંપનીના હલકી ગુણવત્તાવાળા મશીન કરતાં સારી ગુણવત્તા નામ માસ્ક નું ઉત્પાદન કરે છે એક હજારથી વધુ પાટર્સ આવતું આ મશીન ફુલ્લી ઓટોમેટિક અને વિથ ઓટો ઇર લુપ અને તમામ ઇન હાઉસ માં પાર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.  વધુમાં વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહથી કાયમી પ્રોડક્શન પણ ચાલુ થઇ જશે આજથી જ એન ૯૫ માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.કોરાનાના આ જંગમાં એક નવી ક્રાંતિ સર્જનાર કંપનીના એમડી વિજયભાઈ શાહ, યશ શાહ અને સુરજભાઈ શાહ પર શુભેચ્છા વરસી રહી છે.

  • આગામી બે મહિનામાં હજુ વધુ મશીન નિર્માણ કરાશે

વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે, એક મશીન દરરોજ ૨૫,૦૦૦ જેટલા માસ્ક નું ઉત્પાદન કરી શકશે. રૂ પિયા ૩ કરોડના ખર્ચે બનાવાયેલા આ મશીનમાં એક સાથે હજારો માસ્ક બનવાથી હવે તંગી પણ નહીં સર્જાય, આગામી બે મહિનામાં હજુ બીજા પાંચ મશીનનું નિર્માણ કરવામાં આવશે. મશીનની સંખ્યા ઉત્પાદન પણ વધારે છે જેના લીધે દેશ-વિદેશમાં લાખો લોકોને મદદરૂ પ થઇ શકાય.

  • ઘણા લોકોની જિંદગી માસ્કથી બચી શકશે : વિજયભાઈ શાહ

વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે, કોરોનાના આ યુદ્ધમાં એક રાષ્ટ્ર રક્ષક તરીકે અમે ઉભા રહ્યા છો તેનો અમને ગર્વ છે. દેશ માટે કામ કરવાની ખેવના હતી, હાલમાં સમગ્ર રાષ્ટ્ર કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે આ મશીનનું નિર્માણ થયું જેના થકી કોરોના સામેના આ યુદ્ધમાં દિવસમાં હજારો રક્ષાકવચ સરળતાથી બનાવી શકાશે અને ઘણા લોકોની જિંદગી માસ્કથી બચી શકશે.

  • મશીન બનાવવાની તમામ પ્રક્રિયામાં મુખ્યમંત્રીનું સતત માર્ગદર્શન મળ્યું

જ્યારથી આ મશીન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે તેની મંજૂરીથી લઈ અનેક પ્રક્રિયામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીનું સતત માર્ગદર્શન રહ્યું હતું આ અંગે જણાવ્યું હતું કે, મશીન બનાવવા માટે વિવિધ ઉપયોગી પાર્ટ્સ રાજકોટમાંથી જ મળ્યા છે. જેમાં સૌથી વધુ સહયોગ લલીતભાઈ કગથરા એ આપ્યો છે. આ ઉપરાંત કલ્પક મણિયાર, નીતિનભાઈ ભારદ્વાજ, દિનેશભાઈ કારીયા તેમજ કલેકટર તંત્ર દ્વારા સહયોગ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.