Abtak Media Google News

સવારે ૧૧ વાગે એરપોર્ટ પર મોકડ્રીલ યોજાતા પોલીસ અને ફાયર બિગ્રેડમાં દોડધામ

વિમાન હાઇજેકનો કોલ આવતા જ સૌપ્રથમ ટ્રાફિક બ્રાન્ચનો સ્ટાફ પહોંચ્યો

રાજકોટ એરપોર્ટની દિવાલ કુદીને બે આંતકવાદી પ્લેન હાઇઝેક કરવા ઘુસ્યાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા સીઆઇએસએફ, પોલીસ અને ફાયર બિગ્રેડ સ્ટાફમાં દોડધામ થઇ ગઇ હતી. અડધા કલાકના ડ્રામા બાદ પ્લેન હાઇઝેક નહી પણ મોકડ્રીલ હોવાની જાણ થતા સુરક્ષા કર્મચારીઓએ રાહત અનુભવી હતી. પ્લેન હાઇઝેક ડ્રામામાં પોલીસ ગોળીબારમાં એક આંતકવાદી ઠાર થયો હતો.2 46સવારે અગીયારને બે મિનીટે એરપોર્ટ ખાતેથી સીઆઇએસએફના સિહાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો અને બે આંતકવાદી એરપોર્ટની દિવાલ કુદી પ્લેન હાઇઝેક કરવા ઘુસ્યાની જાણ કરતા પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ જે.કે.જાડેજા અને મદદનીશ બીપીન પટેલે તાત્કાલીક ઉચ્ચ પોલીસ અધિકારીઓને પ્લેન હાઇઝેક અંગેની જાણ કરી સમગ્ર શહેરની પોલીસને એલર્ટ કરી દીધા હતા.3 28એરપોર્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક બ્રાન્ચના પી.આઇ. બટુકસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ માત્ર પાંચ જ મિનીટમાં એરપોર્ટ ખાતે પહોચી ગયા હતા ત્યાર બાદ ગણતરીની જ મિનીટોમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ એસીપી જયદીપસિંહ સરવૈયા, એસઓજી પી.આઇ. એસ.એન.ગડુ, પી.એસ.આઇ. એચ.એમ.રાણા, ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પી.આઇ. ડી.પી.ઉનડકટ અને પી.એસ.આઇ. ઓ.પી.સીસોદીયા સહિતના પોલીસ અધિકારીઓ એરપોર્ટ ખાતે તાત્કાલીક પહોચી પોઝીશન લઇ લીધી હતી.5 15ડી.સી.પી. મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં પોલીસની અલગ અલગ સાત જેટલી ટીમ બનાવવામાં આવી હતી જ્યારે એરપોર્ટ સિક્યુરીટીની ફરજ બજાવતા સીઆઇએસએફની સાત જેટલી ટીમ બનાવી એરપોર્ટ ખાતે કોર્ડન કરવામાં આવ્યું હતું અને બે થેલા સાથે ઘુસેલા આંતકવાદીઓને સરન્ડર થવા અનુરોધ કરવામાં આવ્યો હતો.4 22પણ આંતકવાદીઓ દ્વારા પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ થતા પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં એક આંતકવાદી ઠાર થયો હતો અને એક આંતકવાદી પોતાની પાસે રહેલા થેલા સાથે સરન્ડર થતા પોલીસે તેને ઝડપી લીધો હતો.6 13પોલીસ ગોળીબાર બાદ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ દ્વારા એરપોર્ટ બિલ્ડીંગનું સર્ચ કર્યુ હતું અને કંઇ વાંધાજન ન મળ્યાનું જાહેર કરવામાં આવ્યા બાદ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા પોલીસ અધિકારીઓએ રાહત અનુભવી હતી.7 11મોકડ્રીલમાં ફાયર બિગ્રેડના જવાનોની મદદ લેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.