કોડીનાર – વેરાવળ હાઇવે પર ગોઝારા અકસ્માતમાં બે યુવાનોના મોત

ટ્રકે રીક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો : ફરાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથધરી

કોડીનાર – વેરાવળ હાઇવે પર ગઈકાલ સાંજના સમયે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઓટો રીક્ષાને પૂરપાટ
ઝડપે આવતા ટ્રકે ઠોકર મારતાં અક્સ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રીક્ષામાં બેસેલા વેરાવળના બે મુસ્લિમ યુવાનના મૃત્યુ નિપજયા હતા.જ્યારે બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.અને જ્યારે મૃતક યુવનોના મૃતદેહને પી.એમ.માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડાયા હતા.

આ અંગે બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજના સમયે કોડીનાર – વેરાવળ હાઇવે પર પૂરપાટ ઝડપે જતા ટ્રકે એક રીક્ષાને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અસ્માતમાં રિક્ષામાં બેઠેલા વેરાવળના બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકોમાં સિરાજમાઈ અહમદભાઈ તથા નદીમભાઈ હોવાનું જાણવા મળે છે.

જેમની ઓળખના આધારે તેમના સગા સંબંધીમાં જાણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.પોલીસે મૃતકના સગાની ફરિયાદ પરથી ફરાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.