Abtak Media Google News

રાજસ્થાનનાં ઉદયપુર ગામની રહેવાસી કુમારી સોનલ શર્માએ પહેલી જ ટ્રાયમાં ન્યાયાધીશ બનવાની પરીક્ષા પાસ કરી છે. સોનલ જયારે નાની હતી ત્યારે જ એણે પિતાની ગૌશાળામાં  ગોબર ઉપાડવાનું કામ કર્યું હતું. જેમ જેમ મોટી થતી ગઈ તેમ એણે ગૌશાળામાં ગાયોની સંભાળ લેવાની સાથે સાથે ભણતરની શરૂઆત કરી. ત્યારથી ગોબર ઉપાડવું, દૂધ દોહવું અને ગૌશાળાની સાફ સફાઈ એના જીવનનું એક ભાગ બની ગયું. દર વર્ષે શાળા, કોલેજમાં પ્રથમ ક્રમે ઉતિર્ણ થવું  આદત બની ગઈ . પિતાની નબળી આર્થિક પરિસ્થતીનાં કારણે સોનલને કોચિંગ ક્લાસ કે કોઈ બીજા ટ્યુશનમાં જવાનું મળતું નહતું.  જાતમહેનત કરીને  આર.જે.એસની પરીક્ષા પાસ કરી.

કોલેજ કાળ દરમિયાન જયારે  એલ.એલ.બી કરતાં હતાં ત્યારે ત્યાં આવતા જજને જોઇને એના મનમાં કાયમ ન્યાયાધીશ બનવાના સપના જાગતા  સોનલે ખુબ મહેનત કરીને આ પરીક્ષા પાસ કરી છે. સોનલનું કહેવું   સોનલના પિતા ખ્યાલીલાલ શર્માનું કહેવું છે કે આ બધું જ ગાય માતાની સેવા કરવાથી પ્રાપ્ત થયેલું ફળ છે. જેટલી ઈમાનદારીથી સોનલ ભણી છે એટલી જ ઈમાનદારીથી જજ બનીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરે તેવી એમની આશા છે. આ તકે એનીમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ સોનલ શર્મા જેવા ભારતના આવા અદ્ભૂત ભવિષ્યને તેમજ તેના માતા પિતાને ખુબ અભિનંદન પાઠવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.