Abtak Media Google News

બીસીસીઆઇએ  મંગળવારે આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર આઇસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી.  આ સાથે 29 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે થનારી ત્રિકોણીય શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે.  પંજાબ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા ઉદય સહારનને ટીમની કેપ્ટનશીપ મળી છે.  જ્યારે મધ્યપ્રદેશના સૌમી કુમાર પાંડેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

હાલ ચાલી રહેલા અન્ડર-19 એશિયા કપમાં પણ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે ઉદય

ઘરેલુ ક્રિકેટમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરનાર ઉદય સહારન અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.  તે અંડર-19 એશિયા કપમાં પણ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.  રાજ લિંબાણીને પણ તક મળી છે, જેણે મંગળવારે અંડર-19 એશિયા કપમાં નેપાળ સામે 7 વિકેટ ઝડપી હતી.  તમને જણાવી દઈએ કે ભારતે ગત વખતે અંડર-19 એશિયા કપની ટ્રોફી પણ જીતી હતી.અંડર-19 વર્લ્ડ કપનું શેડ્યૂલ પહેલા જ જાહેર થઈ ગયું હતું.  યુવાનો માટેની આ આઇસીસી ટૂર્નામેન્ટમાં કુલ 41 મેચો રમાવાની છે.

દક્ષિણ આફ્રિકામાં પાંચ અલગ-અલગ મેદાનો પર મેચો રમાશે.  અંડર-19 વર્લ્ડ કપ 2024ની ઓપનિંગ મેચ 19 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે.  ફાઈનલ મેચ 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં રમાશે. ભારતીય ટીમને બાંગ્લાદેશ, આયર્લેન્ડ, યુએસએ અને બાંગ્લાદેશ સાથે રાખવામાં આવી છે.  ભારતીય ટીમની ત્રણેય ગ્રૂપ મેચ બ્લૂમફોન્ટેનમાં યોજાશે.  ભારતીય ટીમ તેની પ્રથમ ગ્રુપ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે.  તેની બીજી મેચ 25 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામે થશે.  ભારતની છેલ્લી ગ્રુપ મેચ 28 જાન્યુઆરીએ યુએસએ સામે છે.

અન્ડર-19 વર્લ્ડ કપ અને ટ્રાઇ સિરીઝ માટે ભારતીય ટીમ

અરશિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયુર પટેલ, સચિન દાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમી કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન). -કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી અને નમન તિવારી.  ત્રિ-શ્રેણી માટે મુસાફરી અનામત: પ્રેમ દેવકર, અંશ ગોસાઈ અને મોહમ્મદ અમાન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.