Abtak Media Google News

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત હાર સાથે કરી હતી. ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં ભારતને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડરબનમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે ટી-20માં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. તેને ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈન્દોર અને પર્થમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ડરબનમાં વરસાદના કારણે મેચ થઈ શકી ન હતી.

ટી-20 વિશ્વકપ પહેલાની આફ્રિકા ટુર નવોદિતો માટે પડકારરૂપ બની !!!

આફ્રિકાની જીત પાછળ હેન્ડ્રીક્સ અને શમસીનો સિંહ ફાળો

ભારત પાંચ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા સામે તેના હોમ ગ્રાઉન્ડ પર ટી-20 મેચ હારી ગયું છે. તેની છેલ્લી હાર 2018માં સેન્ચુરિયન મેદાન પર થઈ હતી. ભારત સામેની આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 14 ડિસેમ્બરે રમાશે. જો ટીમ ઈન્ડિયા તે મેચમાં હારી જશે તો તે શ્રેણી ગુમાવશે.

ગેકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે જ્યારે રમત અટકાવવામાં આવી ત્યારે ભારતે 19.3 ઓવરમાં સાત વિકેટે 180 રન કર્યા હતા. ડકવર્થ લુઈસ નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેઓએ 13.5 ઓવરમાં 154 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ પહેલા ભારત તરફથી રિંકુ સિંહ 39 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 રનની ઇનિંગ રમી છે. તિલક વર્માએ 29 અને રવિન્દ્ર જાડેજાએ 19 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને અર્શદીપ સિંહ પોતાનું ખાતું ખોલાવી શક્યા ન હતા. જીતેશ શર્મા એક રન કરી શક્યો હતો.

આફ્રિકન ટીમના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી હતી. રીઝા હેન્ડ્રિક્સે 27 બોલમાં સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. કેપ્ટન એડન માર્કરામે 17 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ મિલરે 17, મેથ્યુ બ્રિટ્ઝકે 16, ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 14 અને એન્ડીલે ફેહલુકવાયોએ અણનમ 10 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને સાત રન બનાવ્યા હતા. ફેહલુકવાયોએ 14મી ઓવરના પાંચમા બોલ પર રવિન્દ્ર જાડેજાના બોલ પર સિક્સર ફટકારીને મેચમાં જીત અપાવી હતી. ભારત તરફથી મુકેશ કુમારે બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.