Abtak Media Google News

પરીક્ષા શેડયુલ

Advertisement
પરીક્ષારજીસ્ટ્રેશન તારીખપરીક્ષા તારીખપરીણામ તારીખ
યુજીસી નેટ૧ થી ૩૦ સપ્ટેમ્બર૯ થી ર૩ ડીસેમ્બર ૨૦૧૮૧૦ જાન્યુઆરી ૨૦૧૯

 

જી મેઇન-૧૧ થી ૩૦ સપ્ટેમ્બર૬ થી ર૦ જાન્યુઆરી ૨૦૧૯૩૧ જાન્યુઆરી ૨૦૧૯

 

જી મેઇન-ર૮ ફેબ્રુઆરી થી  ૭ માર્ચ, ૨૦૧૯૬ થી ર૦ એપ્રિલ ૨૦૧૯૩૦ એપ્રિલ ૨૦૧૯

 

સીમેટ – જીપેટ૧ થી ૩૦ નવેમ્બર ૨૦૧૮ર૮ જાન્યુઆરી ૨૦૧૯

 

૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯

 

નીટ- યુજી૧ થી ૩૦ નવેમ્બર ૨૦૧૮પ મે ૨૦૧૯પ જુન ૨૦૧૯

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા વર્ષ ૨૦૧૯માં મે માસ સુધીમાં જેટલી પણ પરીક્ષા લેવામાં આવનારી છે તે તમામ પરીક્ષાઓના શેડયુલ જાહેર કરી દેવાયા છે. જો કે, માનવ સંસાધન અને વિકાસ (એચઆરડી) મંત્રાલયે ૭ જુલાઇના રોજ પ્રેસ કોન્ફરન્સમાં જ આ શેડયુલ વિશે માહીતી આપી દીધી હતી.

જણાવી દઇએ કે એનટીએ દ્વારા યુજીસી-નેટ, જેઇઇ મેઇન ૧ અને ર, નીટ- યુ.જી., સીએમએટ અને જીપીએટી યોજવામાં આવે છે. આ તમામ પરીક્ષાઓમાંથી માત્ર નીટ-યુજીનું પેપર જ ૨૦૧૮ ની જેમ સરખી પેટર્ન અને સરખી ભાષામાં લેવાશે જેમાં પેન-પેપર નો ઉપયોગ થઇ શકશે જયારે નીટ-યુજી સિવાયની તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર દ્વારા લેવામાં આવનાર છે.

એનટીએ દ્વારા યોજતી આ તમામ પરીક્ષાઓના શેડયુલ જોઇએ તો યુજીસી-નેટ ની પરીક્ષા માટે ૧ થી ૩૦ સપ્ટેમ્બરની વચ્ચે રજસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના એડમીટ કાર્ડ ૯ નવેમ્બરથી ડાઉન લોડ કરી શકાશે. અને પરીક્ષા ૯ થી ર૩ ડીસેમ્બર વચ્ચે યોજાશે. જયારે પરિણામો ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ જાહેર થશે. જેઇઇ મેઇન-૧ ની વાત કરીએ, તો. ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન, ૬ થી ર૦ જાન્યુઆરી સુધીમાં પરીક્ષા અને ૩૧ જાન્યુઆરીએ પરિણામો જાહેર થશે.ે જયારે આ માટે ઓમીટકાર્ડ ૧૭ ડીસેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે.

જેઇઇ મેઇન ર નું રજીસ્ટ્રેશ ૮ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી થશે એડમીટ કાર્ડ ૧૮ માર્ચથી ડાઉનલોડ થશે જયારે પરીક્ષાનું આયોજન ૬ થી ર૦ એપ્રીલ સુધી કરાશે જેના પરણિામો ૩૦ એપ્રિલે જાહેર થશે.

નીટ (યુજી)ની વાત કરીએ તો ૧ થી ૩૦ નવેમ્બર રજીસ્ટ્રેશન થશે જેના એડમીટ કાર્ડ ૧પ એપ્રિલથી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાનું આયોજન પ મેના રોજ થશે અને પરીણામો પ જુને જાહેર થશે જયારે સીએમએટી અને જીપીએટીની પરીક્ષા માટે ૧ થી ૩૦ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન થશે. ૭ જાન્યુઆરીથી ઓમીટ કાર્ડ ઉપલબ્ધ થશે અને ર૮ જાન્યુઆરી પરીક્ષા યોજાશે જયારે ૧૦ ફેબ્રુઆરીએ પરિણામો જાહેર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.