Abtak Media Google News

સફેદવાળને છુપાવવા માટે આપણે જાતજાતના પેતરા કરતા હોય છીએ. એવા ઉંટવેદા કરવામાં વાળના મુળ નબળા પડી જતા વાળ ખરવા લાગે છે. અવા હેર ડાયના ભારે કેમિકલ્સી હેર ડેમેજનો ભય સતાવતો હોય છે. એવામાં તમે નેચરલ પધ્ધતી હેર કલર કરી શકો છો.

સામાન્ય રીતે રસોઇઘરમાં બટેકા તો મળી જ રહે છે. બટેકાનું શાક બનાવતી વખતે વધેલી છાલને ફેંકી દેશો નહી બટેકા હેર માટે શ્રેષ્ઠ પેસ્ટ છે. લાંબા સમયે પણ તે વાળને કાળા બનાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો. વાળમાં ઘીથી મસાજ કરવાથી હેર ગ્રો વધવાની સાથે ગ્રે હેર ફરીથી કાળા થવા લાગે છે.Batiste Dry Shampoo Original Review 10

ગ્રે હેર કવર કરવા માટે તમે કોફીનો ઉપયોગ પણ કરી શકો છો. ૨ થી ૩ ચમચી કોફી પાઉડરમાં પાણી ઉમેરી વાળની લંબાઇ મુજબ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ વાળમાં ૪૫ મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ હેર વોશ કરો.

Gray-Hair
Gray-Hair

વાળમાં તમે નેચરલ મેંહદી પણ લગાવી શકો છો, પલાળેલી મહેંદીમાં કાંટનો ભુકો ઉમેરવાથી મહેંદીનો રંગ વધુ પીળો ન આવતા બ્રાઉન ટેકસચર આપે છે. તો વિટામીન સી થી ભરપુર આમળા પણ હેર ડાય સામેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આમળા વાળમાં લગાવવાી ગ્રે થયેલા વાળ ફરીથી કાળા થઇ શકે છે. તમે આમળા પાઉડરમાં કોપરેલ તેલ મિકસ કરી પેસ્ટ બનાવો તેને વાળમાં સરખી રીતે લગાવો. આ મિશ્રણને ૩૦ થી ૪૦ મીનીટ સુધી રહેવા દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.