Abtak Media Google News

સગીરાનું અપહરણ કરી હવસનો શિકાર  બનાવી ‘તી: સ્પેશિયલ પોકસો કોર્ટનો શક્રવર્તી ચુકાદો

ઊના કોર્ટ માંથી જાણવા મળતી વિગત મુજબ ગત તારીખ 16/07/2020ના ઊના તાલુકાના પાલડી ગામ નો યુવાન કાના ઉફેઁ બટર લાખા સોલંકી

Advertisement

સગીરા સવારે શાળા એ જવા નીકળેલ અને રોડ કાઠે સહેલીઓ ની રાહ જોઈ ઊભી હતી ત્યારે બાળા પાસે આવી ચાલ તને સ્કૂલે મૂકી જાઉ બાળા એ કહેલ કે મારી સહેલી ની રાહ જોવું છે. તો તેને કહેલ કે તારી સહેલી એ મોકલેલ છે તેમ કહી મોટર સાયકલ ઉપર બેસાડી વાસોજ ગામ પાસે એક મંદિર પાસે લઈ જઈ બાળા સાથે બળ જબરી પૂર્વક દુષ્કર્મ કરેલ અને કોઈ ને વાત કરીશ તો જાન થી મારી નાખીશ ત્યારે મંદિર ના પૂજારી આવી જતા યુવાન ની પૂછપરછ કરતાં તેને આ બાળા શું થાય ત્યારે તેને કહેલ કે દીકરી થાય અને સ્કૂલે નથી જવું તેમ કહી નાસી છુટેલ પૂજારી એ બાળા ની પૂછ પરછ કરી તેમના પરિવાર ને જાણ કરતા બાળા એ માતા ને પોતાના ઉપર દુષ્કર્મ કરિયા નું જણાવતા માતા એ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી કાના ઉફેઁ બટર લાખા સોલંકી રે. પ્લોટ વિસ્તાર રે. પાલડી ની સામે અપહરણ, દુષ્કર્મ, પોસ્કો, કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આરોપી ને પકડી લઇ અને પોલીસે તપાસ દરમિયાન આરોપી ની ભોગ બનનાર બાળા, અને સાહેદો ની ઓળખ પરેડ કરાવતા આરોપી ને ભોગ બનનાર બાળા અને સાહેદઓ એ ઓળખી બતાવેલ હતો આરોપી ને કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કર્યો હતો.

પોલીસે આ ગુના નું ચાર્જ સીટ કોર્ટ માં રજુ કરતા આ કેસ ઊના મા આવેલ સ્પેશિયલ પોસ્કો કોર્ટે મા ચાલતા સરકાર પક્ષે સરકારી વકીલ મોહન ભાઈ ગોહેલ એ ભોગ બનનાર અને સાહેદો ના નિવેદનો, પોલીસ અધિકારી ની જુબાની,એફ.એસ. એલ. રિપોર્ટ, તબીબી ની જુબાની પુરાવા રજૂ કરી આરોપી ને સખત આકરી સજા કરવા ધાર દાર દલીલો અને હાઈ કોર્ટ ના ચુકાદાઓ રજૂ કરી માગણી કરી હતી.સ્પેશિયલ પોસ્કો કોર્ટે ના જજ   એ આરોપી સામે તમામ પુરાવા માન્ય ગણી આરોપ સાબિત થતો હોય આરોપી ને સગીરા નું અપહરણ, અને દુષ્કર્મ ના ગુના બદલ આરોપી કાના ઉફેઁ બટર લાખા સોલંકી રે પાલડી તા. ઊના ને 20વરસ ની સખત કેદ ની સજા અને રૂપિયા 10હજાર નો દંડ કરેલ હતો કેસ ચાલ્યો ત્યાં સુધી આરોપી જેલ મા રહેલ હતો આમ ઊના ની સ્પેશિયલ પોસ્કો કોર્ટે એ 45મહિના માં કેસ નો ચુકાદો આપ્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.