Abtak Media Google News

બેન્કમાંથી પૈસા ઉપાડી દ્રોણ ગામે જતી વેળાએ બે શખ્સોએ વેપારીનો પીછો કરી લુંટને અંજામ આપ્યો

ઉના ખાતે રહેતા અને કપાસની લે-વેંચનો ધંધો કરતા એક વેપારી બેંકમાંથી પાંચ લાખ ઉપાડી દ્રોણ ગામ જઇ રહ્યા હતાં. ત્યારે બે શખ્સોએ પીછો કરી સુમશન રોડ પર તેના બાઇકને લાત મારી પછાડી રૂા.પાંચ લાખની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ હાથધરી છે.

ઉના-ગીર ગઢડા રોડ ઉપર ખામટા ગામ રોડ ઉપર ન્યારા પેટ્રોલ પંપ પાસે મુળ દ્રોણ ગામના હાલ ઉના શહેરમાં પટેલ સોસાયટીમાં રહેતા મનોજભાઇ રમણીકભાઇ તેલી જાતે લોહાણા કપાસની ખરીદીનો વેપાર કરતા હોય ઉનામાં આવેલ એક્સીઝ બ્રાન્ચમાંથી રૂપિયા પાંચ લાખ 2500 રોકડા ઉપાડી અને દ્રોણ ગામે જતા હતા ત્યારે ઉનાથી 15 કિ.મી. દુર બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ ઉપર આવી ચાલુ મોટર સાઇકલે મનોજભાઇ તૈલીની મોટર સાયકલને પગેથી લાત મારી રોડ ઉપર પછાડી દીધા હતા અને રૂપીયા પાંચ લાખ ભરેલ થેલો ઝૂટવી લુંટ કરી અને મનોજભાઇને રોડની સાઇડમાં કરી નાસી ગયા હતાં. લોકોને જાણ થતા મનોજભાઇને દવાખાને સારવાર માટે ઉના લાવેલ છે. ઉના પોલીસને જાણ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી પેટ્રોલ પંપનાં સીસીટીવી ચેક કરી આરોપીના સગડ મેળવી રહી છે. જીલ્લા એલ.સી.બી. તથા જીલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ઉના પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.