Abtak Media Google News

રાજકોટ ડીસ્ટ્રીકટ ચેસ એસો. દ્વારા અન્ડર-૧૫ ડીસ્ટ્રીકટ સીલેકશન ચેસ ટુર્નામેન્ટ તાજેતરમાં બાલભવન રેસકોર્ષ ખાતે યોજાઇ હતી જેમાં ભાઇઓમાં પ્રથમ વીનીત પટેલ, દ્વિતીય વિશ્ર્વમ ઠાકર, તૃતીય રીયાન શાહ, ચોથા હીમનીશ બાબરીયા, પાંચમા અક્ષીત કાચા તેમજ બહેનોમાં પ્રથમ ગર્વી શાહ, દ્વિતીય હીર બાબરીયા, તૃતીય યશવી મારવાણીયા, ચોથા દ્વિજા પટેલ અને પાંચમા પુષ્ટી વિજેતા બન્યા છે.

Advertisement

વિજેતા ખેલાડીઓને ડો. હીરલબેન પરીખ અને વિપુલભાઇ દવે તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ તથા મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ બે ખેલાડી જે અમદાવાદ ખાતે સ્ટેટ લેવલે રમવા જશે. આ ટુર્નામેન્ટમાં આર્બીટર તરીકે મહેશભાઇ ચૌહાણ અને અતુલભાઇ માંકડીયાએ સેવા આપી હતી. વિજેતા ખેલાડીઓને આર. ડી. સી. એ ના ટ્રસ્ટી કૌશીકભાઇ સોલંકી તથા નિરજભાઇ શાહ તથા નિશ્ર્ચલભાઇ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.