Abtak Media Google News

જીએસટીમાં રાહતથી એફોર્ડેબલ હાઉસિંગમાં ‘ચાંદી હી ચાંદી’

પીએમ (પ્રધાનમંત્રી) આવાસ યોજના હેઠળ ઈડબલ્યુએસ, એલઆઈજી, એમઆઈજી.૧ અને એમઆઈ જી ભવન માટે ઘોષિત ક્રેડિટ લિન્ક સબસિડી સ્કીમ હેઠળ (સીએલએસએસ) ઘર નિર્માણ પર જીએસટી રેટ ૧૨%થી ઘટાડીને હવે ૮% કરી દેવામાં આવ્યો છે.

જેમની વાર્ષિક આવક ૧૮ લાખ રૂપિયાથી ઓછી છે. અને હજુ પ્રથમ જ વાર ઘર ખરીદી રહ્યા છે. તેઓને ૧૫૦ સ્કવેર મીટર એટલે ૧૬૧૫ સ્કવેરફીટ સુધીનું ઘર કે એપાર્ટમેન્ટની ખરીદીમાં યોજનાનો લાભ મળશે.

હવે એન્ટ્રસ ફી પર નહિ લાગે જીએસટી

બધી શૈક્ષણિક સંસ્થાઓનાં પ્રવેશ કે પરીક્ષા ફી પર જીએસટીની છૂટ આપવામા આવી છે.

વિદ્યાર્થીઓ, ફેકલ્ટી કે સ્ટાફને ટ્રાન્સપોર્ટેશન સર્વીસીસ પર પણ જીએસટીની છૂટ અપાઈ છે. પરંતુ આ છૂટહાયર સેક્ધડરી સુધીનું શિક્ષણ આપતી સંસ્થાઓને જ અપાઈ છે.

આ સર્વિસીસને અપાઈ છે રાહત

આરટીઆઈ એકટ હેઠળ માહિતી આપવાની સર્વીસીસને જીએસટીમાંથી છૂટ મળી છે.

ટેલરિંગ સર્વિસીસ પર જીએસટીનો રેટ ૧૮ ટકાથી ઘટીને ૫ ટકા.

થીમ પાર્ક, વોટર પાર્ક, જોય રાઈડ, મેરી ગો રાઉન્ડ, ગો કાર્ટિગ બેલેટ જેવી સર્વીસીસ પર હવે ૧૮ ટકા જીએસટી લાગશે. જે અગાઉ ૨૮ ટકા હતો.

આરડબલ્યુએ મેમ્બર્સને મળતી સર્વીસ પર છૂટ મર્યાદા રૂ.૫૦૦૦થી વધારીને રૂ ૭૫૦૦ કરવામાં આવી છે.

ભારતની બહાર પ્લેન મારફત સામાન મોકલવા ટ્રાન્સપોર્ટેશન સર્વીસીસને જીએસટીમાંથી મૂકિત

આ રીતે દરિયાઈ જહાજથી સામાન મોકલવા પર જીએસટીમાં છૂટ, જે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી રહેશે.

મેટ્રો, મોનોરેલ ક્ધસ્ટ્રકશન પ્રોજેકટ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યો.

મિડડે મીલ માટે બનાવાતી બિલ્ડીંગ પર જીએસટીનો ૧૨ ટકાનો રાહત દર લાગુ પડશે.

ચામડાની વસ્તુઓ અને પગરખાના મેન્યુફેકચરીંગ માટે જોબ વર્ક સર્વીસ પર જીએસટી ઘટાડીને ૫ ટકા થયો.

આ સામાન થયો ટેકસ ફી

કાનનાં મશીનો બનાવવાના સાધન, હસ્તશિલ્પ ઉત્પાદનો (હેન્ડિક્રાફટ)ની ૪૦ વસ્તુઓ પર કોઈ ટેકસ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.