Abtak Media Google News

સંસદમાં કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા બિલને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી

લકઝરી કાર્સ ઉપર જીએસટીનો દર ૨૫% લાગશે સંસદમાં આ અંગેનાં બિલને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે.

જીએસટી એમેન્ડ મેન્ટ બિલ ૨૦૧૭ સંસદનાં લોઅર હાઉસ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતુ જે મુજબ હવેથી લકઝરી કાર્સ ઉપર જીએસટીનો દર ૨૫% લાગશે કેન્દ્રીય નાણા મંત્રી અ‚ણ જેટલીએ આ બિલ રજૂ કર્યું હતુ જેને સર્વસંમતિથી મજૂર કરાયું હતુ.

ટૂંકમાં હવે લકઝરી કાર વધુ મોંઘી થશે. જો કે લકઝરી કારના શોખીન ધનાઢ્યો માટે કારની કિમત કરતા તેમના શોખ વધુ મહત્વ ધરાવે છે. તેથી લકઝરી કારના માર્કેટમાં કોઈ ફેર પડે તેમ લાગતુ નથી.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સીલે ગત સપ્ટેમ્બર માસમાં લકઝરી કાર પર જીએસટી દર ૧૫% લાગુ કરેલો તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. નવા બિલના લાગુ થવાથી સપ્ટેમ્બરનો દર ઓટોમેટીકલી નાબૂદ થઈ જશે અને હવે નવો દર લાગુ થશે.

જીએસટી કાઉન્સીલે ગત સપ્ટેમ્બર માસમાં લકઝરી કાર પર ૧૫% જીએસટી દર લાગુ કર્યો હતો. હવે નવા બિલ મુજબ તેમાં ૧૦% વધારો કરીને ૨૫% કરવામાં આવ્યો છે. જેથી સ્વાભાવિક રીતે જ લકઝરી કાર મોંઘી થશે.

૨૫% જીએસટી દર મધ્યમકદની હાઈબ્રીડ અને લકઝરી કારો પર તાત્કાલીક અસરથી લાગુ થશે. જીએસટી દર વધારાની આવકને જે રાજયોને રેવન્યૂ લોસ થયો છે. તેમને વળતર આપવા પાછળ વપરાશે તેમ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.