Abtak Media Google News

ગુજરાતમાં ‘કોઈ બેરોજગાર નથી’ના દાવા પોકળ: ઝાલા-આસવાણી.

વોર્ડ નં.૩ના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી અને ગજેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવ્યા મુજબ વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રી દ્વારા ગુજરાત નં.૧ રાજય છે. ગુજરાતમાં કોઈ બેરોજગાર નથી ના કરવામાં આવતા દાવાની પોલ ખુલી ગઈ છે અને તલાટીમાં ૨૮૦૦ જગ્યા માટે ૩૩ લાખ અને લોકરક્ષક દળની વર્ગ-૩ની ૯૭૧૩ જગ્યા માટે અંદાજે ૧૨ લાખથી વધુ ઉમેદવારોથી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી રાજય સરકાર ચોંકી ઉઠી છે.

પરીક્ષા પધ્ધતિમાં ધરમુળથી આમુલ પરિવર્તન કરવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઉપરોકત કોંગી આગેવાનોએ ધારદાર રજૂઆત કરવામાં આવી છે. દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા હોય તો પછી જિલ્લા ફેર ૨૫૦ થી ૩૦૦ કિલોમીટર પરીક્ષા કેન્દ્ર શા માટે ? રાજય સરકાર દ્વારા બેકારોની અતિ ક્રુર મશ્કરી બંધ કરવી જોઈએ.

કારણ કે, બેકારીમાં સબળતા યુવાનોને લોકરક્ષકદળની જિલ્લા ફેર લેખીત પરીક્ષા માટેના કોલ લેટર પાઠવી વધુ એક આર્થિક ડામ આપવો હોય તેમ લાગે છે. મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં તમામ બેકારોને આવવા-જવાનું ભાડુ, ભોજન ખર્ચ, ઉતારાની વ્યવસ્થાના તોતીંગ ખર્ચાઓ આપવા માંગ ઉઠાવી છે.

સૌથી વધુ દયનીય અને કફોડી હાલત તો આ પરીક્ષામાં બેસનાર બહેન-દિકરીઓની થશે તેના માતા-પિતાએ પોતાનો કામ ધંધો છોડી અને કામ ધંધા પાછળ થતી આવક ગુમાવી જિલ્લા ફેર પરીક્ષા માટે ફરજીયાત જવું પડશે. સરકાર શું સિધ્ધ કરવા માંગે છે.

શું રાજય સરકારને સ્થાનિક વહીવટી તંત્ર પર ભરોસો નથી ? કે પછી સરકાર દરેક બેરોજગારોને ચોર સમજે છે ? એ સરકારે જણાવવાની તસ્દી લેવી જોઈએ. લોકરક્ષક દળની ભરતીમાં ભ્રષ્ટાચાર થાય કે દૌડ લગાવ્યા વગર પાસ કરી દેવાનું કૌભાંડ તીસરી આંખે ખુલી નાખેલ તેમ અંતમાં દિલીપભાઈ ગજુભાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.