Abtak Media Google News

સાવજનો ભરોસો કરી શકાય પણ, દીપડાનો નહીં

આ પ્રાણી ચિત્તાને મળતું આવે છે: માનવ વસ્તીની નજીક રાત્રે બહુ જોવા મળતો દિપડો ગમે તે સાઇડ થી હુમલો કરી શકે: ઘણીવાર દિપડો આદમખોર બની જાય ત્યારે લોકો ઉપર વારંવાર હુમલો કરે છે

માનવ વસ્તીમાં પ્રવેશ કર્યા બાદ સુતેલા માનવી કે પ્રાણીઓમાં કોઈ તફાવત રાખતો નથી : હાલ વિશ્ર્વમાં તેની પાંચ પ્રજાતિઓ જોવા મળે છે : માનવ સાથે વારંવાર સંઘર્ષ થતો હોય તેવું તે દુનિયામાં એકમાત્ર પ્રાણી છે

એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરીયાથી દક્ષિણ આફ્રિકા સુધી જોવા મળતો પરંતુ શિકાર અને આવાસના કારણોસર હવે દીપડો ફકત આફ્રિકાના સહારાના વિસ્તાર, ભારત, પાકિસ્તાન, ચીન, મલેશીયામાં જ જોવા મળે છે.  દુનિયાના તમામ જાનવરોનો ભરોસો કરી શકાય છે પણ, દીપડાનો નહીં.  આપણે સૌએ સરકસમાં ભયંકર પ્રાણીઓના કરતબ જોયા હશે પણ દીપડો કયારેય જોવા મળ્યો નથી.

બીગ કેટ કે બિલાડી કુળનું આ પ્રાણી દીપડો ભરોસાને લાયક નથી, તે આગળથી કે ઘણીવાર પાછળથી હુમલો કરે છે. આ એક જ પ્રાણી પૃથ્વી પર છે, જેની સાથે માનવીને અવાર નવાર ધર્ષણ થાય છે.  મળતું આવતું આ કુળનું પ્રાણી ખતકનાક છે, એટલે જ સુતેલા પ્રાણીઓ કે માણસનો કોઇ ફરક ન સમજીને તેનો શિકાર કરે છે. શિકાર સાથે પૂરી ચપળતાથી વૃક્ષ ઉપર ત્વરીત ઝડપે વૃક્ષો ઉપરની ક્ષમતા ધરાવે છે. તેમના પગની બેસુમાર તાકાત વડે તથા તેની ચપળતા અને તાકાત વડે તે નાના પક્ષીથી લઇને મોટાપ્રાણીઓ ઉપર પળવારમાં હુમલો કરી શકે છે.

બિલાડી કુળની આ પ્રજાતિ તેના કુળમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું પ્રાણી દીપડો છે. તેને અંગ્રેજીમાં લેપર્ડ અથવા પેંથર તરીકે ઓળખીએ છીએ.  દીપડો ખુબ જ ચાલાક અને તાકતવર જંગલી પ્રાણી છે. તે માણસ-પશુનો શિકાર કરે છે. તેની લંબાઇ 120 થી 150 સે.મી. અને 30 થી 60 કિલો વજન ધરાવે છે. દીપડો સામાન્ય રીતે પક્ષીઓ, સરી સૃપો, કરચલા તેનો મુખ્ય ખોરાક છે. માનવ વસાહતની નજીક રહેતા દીપડાં ઘેટા, બકરા, મરઘા અને કુતરાનો શિકાર પણ કરે છે.

દીપડાની તાકાત બહુ જ હોય છે, તે શિકારને મોઢાથી પકડીને આસાનીથી ઝાડ પર ચડી શકે છે. ચપળતા હોય છે. મોટાભાગે તે એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. દીપડાનો સંવનન કાળ લગભગ આખું વરસ ચાલે છે. અને બાદમાં નર-માદા જાુદા પડી જાય છે. 87 થી 94 દિવસના ગર્ભકાળ બાદ માદા બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે. તેમનું આયુષ્ય 12 થી 20 વર્ષનું હોય છે. માદા બે ત્રણ વર્ષમાં જ પુખ્ત થઇને સાથીની પસંદગી કરી લે છે. દીપડાની ચાલ આંગળીઓ ઉપર હોય છે. જેને અંગ્રેજીમાં ‘ડીજીટીગ્રેટ’ કહેવાય છે.

આનંદના સમાચાર એ છે કે ગુજરાતમાં તેની વસ્તી વધી રહી છે. ઘટતા જતાં જંગલોના વિસ્તારો તથા તેના શિકાર લાયક પ્રાણીઓની ઘટતી સંખ્યાને કારણે દીપડા અવાર નવાર શહેરી વિસ્તારમાં પ્રવેશ કરે છે. તે જંગલ અને સીમ એમ બન્નેમાં ફરતો જોવા મળે છે. સાંજથી સવાર શિકાર કરીને પછી આરામ કરે છે. ઘણીવાર રાત્રે શિકાર ન મળવાથી દિવસે પણ મારણ કરે છે જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે દીપડા અચુક જોવા મળતા હોવાથી ઘણીવાર માનવો સાથે સંઘર્ષ જોવા મળે છે.

દીપડાની જમીન પરની પગલાની છાપમાં લંબગોળ જેવી ચાર આંગણીઓ અને ગાદીની છાપ સ્પષ્ટ જોવા મળે છે. જેમાં નખના નિશાન જોવા મળતા નથી. દીપડો એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં કોરીયાથી દક્ષિણ આફ્રિકા સુધી જોવા મળતો જો કે હાલમાં બદલાતા પર્યાવરણમાં, શિકાર અને આવાસોના કારણોસર હવે દીપડો આફ્રિકાનાં સહારા અને ભારત, પાકિસ્તાન, ચીન અને મલેશીયામાં વધુ જોવા મળે છે. ભારતીય દીપડો 1પ વર્ષનું આયુષ્ય ભોગવે છે.તેની હાજરીની ઘણી બાબતોથી આપણે તેની ઉપ સ્થિતિનો અંદાજ મેળવી શકીએ જેમાં પગલાના નિશાન, ઝાડના થડ પર નખ ધસવાના નિશાન, ઝાડ પણ ખાધેલું મારણ લટકતું જોવા મળે છે. બીજી ખાસ વાત એ છે કે શિકાર કરેલા પ્રાણીના ગળા પર દાંતના નિશાન હોય પણ ગળાનું હાડકું સાજાું હોય તો પણ દીપડાંનું મારણ ઓળખી શકાય છે. તે ગામ નજીક આવે ત્યારે કુતરા ભસવાના અવાજ અને તેની ગર્જનાથી દીપડાના આગમનની જાણ થાય છે.દિપડાને શરીરના પ્રમાણમાં પગ ટુંકા અને મોટું માથું હોય છે.  વસ્તી નજીક રાત્રે બહુ જોવા મળતો દિપડો ગમે તે સાઇડથી હુમલો કરી શકે છે. ઘણીવાર દીપડો આદમખોર બની જતાં લોકો ઉપર વારંવાર હુમલો કરતાં જોવા મળે છે. વન વિભાગે ઘણીવાર ઠાર કરવો પડે છે.  કામ કરતાં ખેત મજુરો પર ઘણીવાર હુમલો કર્યાના બનાવો જોવા મળે છે.

જો કે હાલ ભારતમાં ઘણી જગ્યાએ કાળા દીપડા જોવા મળે છે. તેના મજબુત પગ અને લાંબી પૂંછડીને નાનકડા કાન તેની હુમલાની તાકાત વધારે છે. ભારતીય દીપડા ભારત-નેપાળ, ભુટાન અને પાકિસ્તાનના કેટલાક હિસ્સામાં બટાયેલા છે. આપણાં દેશમાં મઘ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉતરાખંડ, છત્તીસગઢ અને કેરળ જેવા રાજયોમાં દીપડાની વસ્તી વધારે જોવા મળે છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેની સંખ્યા વધુ જોવા મળે છે. વિશ્ર્વમાં તેની પાંચ પ્રજાતિ જોવા મળે છે. 2019 સુધીમાં દીપડાની પ્રજાતિએ તેની પૂર્વ જાતીના 75 ટકા લુપ્ત થઇ ગઇ હતી. ગુજરાતના રણ વિસ્તાર સિવાય બધે જ જોવા મળે છે. એક સમયે  સંપૂર્ણ  એશિયામાં જોવા મળતું  આ પ્રાણી હવે આફ્રિકાના  સહારા  વિસ્તારમાં જોવા મળે છે. બિલાડી કુળની આ પ્રજાતિ તેના કુળમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું   પ્રાણી છે: કચ્છથી લઈને  ડાંગ  સુધી અને ગીરનાં  જંગલ તથા તેની આસપાસ જોવા મળે છે: તેની વસતી ગુજરાતમાં વધી રહી છે. સવારથી સાંજ શિકાર કરે ને રાત્રે આરામ કરે છે ખુબજ ચાલાક અને તાકતવર જંગલી પ્રાણી છે તે માણસ પશુનો શિકાર કરે છે.  દીપડો  સામાન્ય રીતે   પક્ષીઓ,  સરીસૃપો, કરચલા તેનો મુખ્ય ખોરાક છે.   માનવ વસાહતની નજીક રહેતો દીપડો ઘેટા બકરા  મરઘા અને કુતરાનો શિકાર  પણ કરે છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉધાનમાં તેની સંખ્યા  વધુ જોવા મળે છે.

દિપડાની એક છલાંગ 18 ફૂટની!

ચિત્તા અને દીપડામાં ફરક છે. ચિત્તા કરતા દિપડાનું  શરીર મોટું  હોય છે,  તે દોડવામાં નહી પણ ઝાડ પર ચડવામાં કાબિલ હોય છે, ટુંકા પગ એને માટે ખુબ કામના છે. તે કયારેય દોડીને શિકાર કરતો નથી, પણ પાછળથી કે ઝાડ પરથી  અચાનક હુમલો કરે છે. પુખ્ત દીપડાનું વજન 40થી  92 કિલો જેટલું હોય શકે છે. તે પોતાના વજન કરતા ત્રણ ગણા વજનને ઉંચકીને ઝાડ પર ચડી શકે છે. દીપડાની એક છલાંગ 18 ફૂટની હોય છે. જીવ બચાવવા તે  58 કી.મી.ની ઝડપે દોડી શકે છે. તે પાણીમાં સારૂ તરી પણ શકે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.