Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં રેલવે સ્ટેશન પર ભગદડ મચી ગઈ છે. તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવી રેલવે માટે ઘણી વખત મુશ્કેલ બની જાય છે.

આજે સવારે સુરત રેલવે સ્ટેશન પર સર્જાયેલી સ્થિતિએ તંત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી દીધી હતી. 1700 સીટ ધરાવતી છપરા જતી તપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવી તો અફરાતરફી મચી ગઈ હતી. ભીડ ટ્રેનમાં ચઢવા બેકાબુ બની જતા ત્રણ લોકો ગભરામણથી બેભાન થઇ ગયા હતા. એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું .

સુરતમાં  ટ્રેનમાં ચઢવા જીવ જોખમમાં મુકતા લોકો જોવા મળ્યા હતા. ટ્રેનના ટ્રેક પર વિખેરાયેલી ચપ્પલો અને પ્લેટફોર્મ પર બેભાન પડેલા લોકોની મદદે પોલીસ દોડી આવી હતી. 108 ની ટીમ પણ મદદે આવી ગઈ હતી. અહીંના હાલત ખુબજ ચોંકાવનારા જોવા મળ્યા હતા.

કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના ઝરદોષ સ્મીમેર હોસ્પિટલ પોહચ્યા હતા . મૃતકના ભાઈ અને ઇજાગ્રસ્ત મહિલાની મુલાકાત કરી હતી . તેમણે ઘટના અંગેનો તાગ મેળવ્યો  હતો ત્યારબાદ ઇજાગ્રસ્તો પાસેથી માહિતી મેળવી હતી . મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની દર્શના ઝરદોશે જાહેરાત કરી હતી .

ભાવેશ ઉપાધ્યાય

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.