Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં રામ મંદિરને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે એક સુરતની જાણીતી મહિલા આર્ટિસ્ટ દ્વારા રાહુલ રાજ મોલમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની આબેહૂક પ્રતિકૃતિની રંગોળી બનાવવામાં આવી છે દિવાળીના પર્વમાં ભારે આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે . Screenshot 2 5

સુરતના જાણીતા મહિલા આર્ટિસ્ટ અંજલી સાળુંકે દ્વારા સુરત શહેરના રાજ મોલ ખાતે અયોધ્યા મંદિરની આબેહુબ પ્રતિકૃતિની રંગોળી બનાવી છે . જે સુરતીઓ માટે ભારે આકર્ષણ ઉભુ કરી રહ્યું છે .સાથે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ રંગોળી બનાવવામાં આવી છે. અંજલી સાલુકે નામના મહિલા આર્ટિસ્ટ સાથે અન્ય આઠ જેટલી મહિલાઓએ મળીને આ રંગોળી 24 થી 25 કલાકમાં બનાવી છે.  એક સૌથી નાની 10 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.Screenshot 1 3

આ રંગોળી બનાવવામાં 18 થી 20 જેટલા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે . આ સાથે જ બાર  જેટલા કલરને મિક્સ કરીને તેનો શેડ બનાવવામાં આવ્યો છે. આ રંગોળી મોલના વટાંગણમાં 150 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવી છે ત્યારે આજે સુરત પશ્ચિમ ધારાસભ્ય પૂર્ણેશ મોદી એ મુલાકાત લીધી હતી અને અંજલિ સાળુંકેને અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.