Abtak Media Google News
  • શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા અનોખું અભિયાન : કાલે રાજયપાલના હસ્તે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો શુભારંભ
  • સર્વોદય સખી મંડળ દ્વારા ચલાવવામાં આવશે કેફે

જુનાગઢમાં દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ થશે જ્યાં એક કિલો પ્લાસ્ટિક સામે આપવામાં આવશે પૌંઆ અથવા ઢોકળા. જૂનાગઢ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ કરાવશે. જેમાં જૂનાગઢ વાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે.આ દેશનું સૌ પ્રથમ પ્લાસ્ટીક કાફે બનશે. જેમાં પ્લાસ્ટીક જમા કરાવવાથી પ્રાકૃતીક ફુડ અને સરબત મળશે.

Whatsapp Image 2022 06 29 At 10.03.43 Am

જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત જૂનાગઢ માટે નવતર પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ થશે. તા.૩૦ જૂનના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કાફેનો આરંભ થશે. આ પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેમાં જૂનાગઢવાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે. તેમ જિલ્લા કલેકટર રચીત રાજે મીડિયા કર્મીઓ સાથે સંવાદ કરતા જણાવ્યુ હતુ.

Whatsapp Image 2022 06 29 At 10.01.58 Am

પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફે અંગે મીડીયા કર્મીઓ સાથે સંવાદ સાધતા કલેકટર એ પ્લાસ્ટિક વપરાશ અંગેની સાયન્ટિફિક માહિતી આપી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેમાં લોકો પ્રાકૃતિક ભોજન-નાસ્તાનો આનંદ લઇ શકશે. આ કાફેમાં પ્લાસ્ટીકના પ્રદૂષણને દુર કરવા પ્લાસ્ટીક વેસ્ટ કલેકશન કરાશે. લોકોને પ્રાકૃતિક ફુડ ઘરે બેઠા મળી શકે એ માટે ઝોમેટો, સ્વીગી દ્વારા ઓર્ડર થઇ શકશે, આ ઉપરાંત કેશલેશ સર્વીસને પ્રોત્સાહન આપવા કેશલેશ સર્વીસ, માટીમાથી બનાવેલ વાસણોનું વેચાણ થશે. મહિલા સશક્તિકરણને પ્રધાન્ય મળે એ હેતુસર સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ દ્વારા આ કાફેનું સંચાલન થશે.

 

કલેકટરએ સભાખંડ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કાફેને લગતી માહિતી ઉપરાંત પ્લાસ્ટીક પ્રદુષણ વપરાશ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ એક્ટની સાઇન્ટીફીક માહિતી પણ આપી હતી. તથા જૂનાગઢવાસીઓને પર્યાવરણ જાળવણી, શારીરિક અને માનસિક હેલ્થ માટે પ્રાકૃતિક ખોરાક તરફ વળવા અને પ્લાસ્ટીકના વપરાશ બંધ કરવા અપીલ કરી, જૂનાગઢવાસીઓને આ એકટની અમલવારી કરવા અને સસ્ટનેબલ ડેવલપમેન્ટનું પાલન કરવા અનુરોધ કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.