Abtak Media Google News

રાજય સરકાર ધંધા-વ્યવસાયોને રાત્રીના ૧૦ વાગ્યા સુધીની છૂટ જયારે રાત્રી કફર્યુંની સમય મર્યાદા ઓછી કરીને વેપારીઓ તથા લોકોને રાહત આપશે

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા ૪૦ દિવસ સુધી દેશવ્યાપી લોકડાઉન કર્યા બાદ ‘અનલોક’ દ્વારા વિવિધ છૂટછાટો આપવામાં આવી રહી છે. અનલોક-૧માં તમામ ધંદા વ્યવસાયોને સાંજે સાત વાગ્યા સુધી ખૂલ્લા રાખવાનો અને રાત્રી કફર્યું રાત્રે ૯ થી સવારે પાંચ વાગ્યા સુધી લગાડવામાં આવ્યો છે. જેના કારણે મોટાભાગે રાત્રીનાં સમયે વધારે ગ્રાહકો ધરાવતા રેસ્ટોરન્ટ હોટલોના સંચાલકોના ધંધા નહિવત થઈ જવા પામ્યા છે. ઉપરાંત રાત્રી કફર્યંુના કારણે લોકોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય મૂજબ આગામી ૧લીથી અનલોક ૨નો અમલ થનારો છે. જેમાં રેસ્ટોરન્ટો અને હોટલોનો વ્યવસાયને ધમધમતો કરવા રાજય સરકારે વિવિધ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત મુજબ આગામી ૧લીથી અનલોક ૨ કરવામાં આવનારૂ છે. જેમાં રાજય સરકાર હાલની છૂટછાટોમાં વધારો મોકળા આપવામાં આવે તેવી આધારભૂત સુત્રોમાંથી માહિતી મળી છે. હાલમાં સાંજે સાત સુધી ધંધા વ્યવસાયોને ચાલુ રાખવાની મંજૂરી છે. જેના કારણે રાત્રીનાં સમયે વધારે ગ્રાહકો ધરાવતા રેસ્ટોરન્ટ અને હોટલનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો હોય ગુજરાત હોટલ અને રેસ્ટોર્ન્ટ એસોસીએશન, ગુજરાત ટ્રેડસ ફેડરેશન સહિતની વિવિધ વેપારી સંસ્થાઓ દ્વારા રાજય સરકારને આ સમય મર્યાદાને વધારા માટે રજૂઆતા થઈ હતી જેની રાજય સરકારે અનલોક ૨માં ધંધા વ્યવસાયોને રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેવા દેવાનો નિર્ણય કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. જયારે રાત્રીના કફયુર્ંનો સમય અત્યારે રાત્રે ૯ થી સવરે ૫ વાગ્યા સુધી છે. તેમાં પણ વધારે સમય મુકિત આપવાનો નિર્ણય કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

અનલોક-૨માં આપનારી આ છૂટછાટ અંગે રાજય સરકાર કેન્દ્ર સરકારને રજૂઆત કરશે. જેની મંજૂરી મળ્યે જ આ છૂટછાટો અમલી કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતુ આ છૂટછાટો આપવા પાછળનું કારણ રજૂ કરતા વિવિધ આગેવાનોએ જણાવ્યું હતુ કે ધંધા વ્યવસાયો સાંજે સાત વાગ્યે બંધ કરવાના હોય વેપારીઓને છ વાગ્યાથી ધંધા સંકેલવાની તૈયારી કરવી પડે છે. જેનાથી તેમના વ્યવસાયને આર્થિક નુકશાની ભોગવવી પડે છે. રેસ્ટોરન્ટ અને હોટલોમાં વધારે ગ્રાહકોનો સમય આવે ત્યારે બંધ કરી દેવાની ગ્રાહકો પણ ખૂબજ ઓછા બજારમાં ખાણીપીણી કરવા જાય છે. જેથી આ વ્યવસાયને પણ ભારે નુકશાની વેઠવી પડે છે.

રાત્રિ કર્ફયુમાં પણ લોકોને પોલીસ સહિતના તંત્રો દ્વારા ભારે હેરાનગતી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી રાજય સરકારે આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ આ અંગે જણાવ્યું હતુ કે હાલમાં સમય મર્યાદાના કારણે હોટલ રેસ્ટોરન્ટને મુશ્કેલી પડી રહી છે. અમારો ૮૦ ટકા વ્યવસાય રાત્રિના સમયનો હોય છે.

હાલમાં ટેક-અવેલમાં ૧૦ ટકા જ અમારો ધંધો રહેવા પામ્યો છે. જયારે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે સાત વાગ્યે ધંધા રોજગાર બંધ કરવાથી મોટાભાગના વેપારીઓને મુશ્કેલીઓ પડે છે. જેથી અમોએ સરકારને આ સમયમર્યાદામાં છૂટછાટ આપવા રજૂઆત કરી છે.

સ્થળાંતરીતો સામેના ક્રિમીનલ કેસોને પડતા મુકવાના ઉજળા સંજોગો

લોકડાઉન દરમ્યાન પોતાના વતનમાં જવા માટે રઘવાયા બનેલા સ્થાનાંતરીતોએ અનેક સ્થાનો પર કાંકરીચાળા કર્યા હતા. જેને લઈને રાજયભરમાં આવા કાંકરીચાળા કરનારા હજારો સ્થાનાંતરીતો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને ઓપેડેમીક ડિસીઝ એકટ હેઠળ ગુન્હા નોંધાયા છે. અમદાવાદની આઈઆઈએમ સંસ્થા પાસે આવા સ્થાનાંતરીત શ્રમિકોએ રઘવાટમાં પથ્થરમારો કરીને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડયું હતું. આ કેસમાં જેલમાં રહેલા ૩૩ પરપ્રાંતિય શ્રમિકોનો ગુજરાત હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. આ જામીન મંજુર કરતી સમયે ન્યાયમૂર્તિ પરેશ ઉપાધ્યાયે ટકોર કરી હતી કે આ સ્થાનાંતરીત લોકો પાસે લોકડાઉન દરમ્યાન જમવાના, રહેવાના ઠેકાણા ન હતા અને પૈસા ન હતા. જેથી તેઓ પોતાના વતનમાં જવા ઉતાવળા બન્યા હતા. આ રઘવાટમાં સંજોગોનો શિકાર બનીને તેમને આ કૃત્ય કર્યું હોય તેમ માની શકાય પરંતુ તેઓ ગુનેગાર નથી. હાઈકોર્ટની આ ટકોર બાદ રાજયભરના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા સ્થાનાંતરીતો કેસોમાં સરકાર માનવતાની દ્રષ્ટિએ પડતા મુકવા વિચારણા હાથધરે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.