Abtak Media Google News

સવારથી 17 તાલુકાઓમાં મેઘકૃપા

રાજયમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના રપ જિલ્લાના 54 તાલુકાઓમાં હળવા ઝાપટાથ લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી 17 તાલુકાઓમાં મેઘકૃપા વરસી રહી છે. જો કે હાલ કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના નહિવત છે. હળવાથી મઘ્યમ વરસાદ વરસતો રહેશે.

Advertisement

બુધવારે રાજયમાં મેંધાવી માહોલ જોવા મળ્યો હતોે . મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં સૌથી વધુ 4પ મીમી વરસાદ વરસી ગયો હતો. જયારે સુબીર, હિંમતનગર, ફતેપુરામાં અર્ધો ઇંચ વરસાદ પડયો હતો અન્ય પ0 તાલુકાઓમાં હળવા ઝાપટા પડયા હતા. સવારે બે કલાકમાં દાહોદના ફતેપુરામાં સવા ઇંચ વરસાદ પડી ગયો હતો 17 તાલુકામાં વરસાદથી વરસાદ વરસી રહ્યાના અહેવાલ મળી રહ્યા છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં 80 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં 135.85 ટકા, ઉતર ગુજરાતમાં 66.95 ટકા, પૂર્વ મઘ્યમ ગુજરાતમાં 63.70 ટકા, સૌરાષ્ટ્રમાં 109.62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 70.80 ટકા વરસાદ વરસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.