Abtak Media Google News

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદ પડતા રોડ-રસ્તાઓ ભીના થયા છે.વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સેન્ટ્રલ ઝોનમાં 21 મીમી, ઇસ્ટ ઝોનમાં21 મીમી જયારે વેસ્ટ ઝોનમાં 27 મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં ધીમીધારે એક ઈંચ વરસાદ વરસી ગયો છે.રાજકોટ શહેરમાં સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા,

વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી: રસ્તાઓમાં પર પાણી ફરી વળ્યાં

જે બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.શહેરના રેસકોર્સ રિંગ રોડ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, કાલાવડ રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, 150 ફૂટ રિંગ રોડ, મવડી, માધાપર ચોકડી, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

વેસ્ટ ઝોનમાં 27 મીમી, સેન્ટ્રલ ઝોનમાં અને ઇસ્ટ ઝોનમાં 21 મીમી

છેલ્લા ઘણા દિવસથી સતત ગરમી પડી રહી હતી ત્યારે આજે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે,જેને પગલે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.શહેરી વિસ્તારમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને માલધારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.