Abtak Media Google News

કુલ ચાર પોઝિટીવ આવેલા, તમામ બહાર ગામથી આવ્યા હતા

સમગ્ર વિશ્ર્વને ભરડામાં લેનાર કોરોના વાઇરસને કારણે દેશના અર્થતંત્રની સાથે સાથે માનવીની મામુલી જિંદગીને પણ જોખમમાં મુકી દઇ કંઇક લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી છે. આવી મહામારી વચ્ચે શહેરમાં છેલ્લે વાઢેર દંપતિને કોરોના પોઝિટીવ આવતા તેની સઘન સારવાર બાદ ગઇકાલે રાજકોટ સિવીલમાંથી રજા અપાતા શહેર કોરોના મુકત બનવા પામેલ છે.શહેર છેલ્લા બે માસથી સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન કોરોના મુકત હતું પરંતુ બહારથી ટ્રાવેલીંગ દિકરી ધરાવતા લોકો શહેરમાં આવતા શહેરને કોરોનાનો લુંણો લાગ્યો હતો. પણ કોરોના વોરિયર્સથી તાલુકાને મહદ અંશે કોરોનાથી બચાવવામાં સફળ થયા છે કોરોનાનો પ્રથમ કેસ બોમ્બેથી આવેલા કોલકી રોડ ઉપર અજયભાઇ દેત્રોજાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર સફાળુ જાગી ગયું હતું. ત્યારબાદ પાનેલી ગામે આડા સંબંધને કારણે પતિના હાથે છરીના ઘા ખાધેલ. માધુરીબેન વિરમગામા અમદાવાદ વધુ સારવાર લેવા ગયા હતા ત્યાંથી તેને કોરોના નો ચેપ લાગતા તાલુકાનો પ્રથમ કેસ પાનેલીમાં નોંધાયો હતો. પણ બે દિવસ બાદ માધુરીબેનનો રીપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશ કારો લીધો હતો. છેલ્લે છેલ્લે અમદાવાદથી દિનેશભાઇ વાઢેર અને રીનાબેન વાઢેર ૧ર દિવસ પહેલા કોરોના પોઝિટીવ આવતા બંનેને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે તેમના પરિવારને ગોંડલ મુકામે હાલ કવોરન્ટાઇન કેમ્પમાં મોકલાયા હતા.

ત્યારે ગઇકાલે વાઢેર દંપતિને રાજકોટ સિવિલ હોસ્૫િટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી સમગ્ર તાલુકો અને શહેર કોરોના મુકત થતા લોકોમાં અને તંત્રને રાહત મળી છે.

આપણે કોરોના મુકત થયા, કોરોનાએ આપણને મુકત નથી કર્યા, હજુ સાવચેતી રાખવી હિતાવહ: કોરોના વોરિયર્સ

1 5

ઉપલેટા શહેર તાલુકો કોરોના મુકત થયો છે તે આપણા માટે રાહતની વાત છે પણ હજુ સુધી કોરોનાએ આપણને મુકત નથી કર્યા તે વાતને ઘ્યાનમાં રાખી શહેરના મુખ્ય કોરોના વોરિયર્સોએ શહેર-તાલુકાની જનતાને બે હાજ જોડી અપીલ કરેલ છે.

શહેર અને તાલુકાની સમગ્ર વહીવટી તંત્રની જેમના શીરે જવાબદારી છે તેવા મુખ્ય કોરોના વોરિયર્સ મામલતદાર ગોવિંદસિહ મહાવદિયા જનતા તેમજ વેપારીઓને અપીલ કરતા જણાવેલ કે જયારે દેશ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હોય ત્યારે તેને ઉગારવામાં મુખ્ય સહયોગ દેશના નાગરીકોનો છે હાલમાં વખતો વખત વહીવટી તંત્ર દ્વારા શહેરીજનોને નિયમોનું ચુસ્તપાલન કરવાની અપીલ કરવામાં આવે છે. પણ ઘણા લોકો નિયમોનો ભંગ કરતા હોય છે. વારંવાર જાણી મેઇન નિયમોનો ભંગ કરનારા લોકો પોલીસ કેસનો ભોગ બનવા છતાં કોઇ તકેદારી રાખતા નથી. આપણે આવનારા ઘણા મહિનો સુધી સંપૂર્ણ કાળજી રાખીશું તો કોરોનાથી દુર રહી શકીશું.

ડો. હેપી પટેલ જણાવે છે કે કાયમી કોરોનાથી સુરક્ષિત રહેવા માટે આપણે આત્મ નિર્ભર બની લાંબો સમય લડાઇ લડવી પડશે.

બી.પી. કે અન્ય રોગો છે તેવા લોકોને બને ત્યાંસુધી હોિ૫સ્ટલોએ પણ જવું નહી ત્યાં સુધી ટેલીફોનીક સારવાર લેવી જયારે બહાર ભણવાનું થાય ત્યારે માસ્કનો અવશ્ય ઉપયોગ કરવો.

ડો. રોહિત ગજેરાની વાણી સાચી પડી

Photogrid 1591990403786

શહેરમાં પ્રથમ હરોળની વિશ્વ હોસ્પિટલના ડો. રોહિત ગજેરાએ લોક ડાઉન પહેલા અને કોરોના વાઇરસના પ્રથમ આક્રમણ વખતે દર્દીઓને બને ત્યાં સુધી દવાખાને જવું ખાસ કરીને ઓપરેશનનો કરાવવા નહિ આ વાત પાનેલી ગામના કોરોના કેસમાં ખરા અર્થમાં સાચી પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.