Abtak Media Google News

ઉપલેટા મામલતદાર ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ઉપલેટાના પોરબંદર બાયપાસ રોડ પરથી 12 ટન રોયલ્ટી વગરના જી.જે. 3 બી.ટી. 2875 નંબરના ડમ્પરને ઝડપી રૂ. 5.30 લાખનો મુદામાલ સીઝ કર્યો હતો. જયારે અન્ય એક પોરબંદર રોડ પર મુરખડાના પાટીયા પાસેથી 30 ટન રોયલ્ટી વગરના જી.જે. 11 ટી.ટી. 9126 નંબરના ડમ્પરને ઝડપી રૂ. 8.75 લાખનો મુદામાલ સીઝ કરેલ પોલીસ હવાલે કર્યો હતો.

આમ ઉપલેટા મામલતદાર ટીમે એક 30 ટન અને એક 12 ટન એમ રોયલ્ટી વગરના બે અલગ અલગ ડમ્પરને ઝડપી રૂ. 14.05 લાખનો મુદામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ હવાલે કર્યો છે. આ કામગીરીમાં ના. મામલતદાર બી.પી. બોરખતરીયા, ગોહેલભાઈ, જાદવભાઈ, રેવન્યુ તલાટી રાહુલભાઈ સોલંકી, મહેશભાઈ કરંગીયા, કુશલભાઈ મકવાણા, કલાર્ક પટેલભાઈ વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.