Abtak Media Google News

અબતક, કીરીટ રાણપરીયા, ઉપલેટા

ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ૧૬ બેઠકો માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ગઇકાલે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે વેપારી વિભાગની ચાર બેઠકો બિનહરીફ થઇ હતી જયારે ખેડુત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જયારે સહકારી ખરીદ વેચાણ મંડળીઓની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ આગામી ૧૭મીએ ખેલાશે તે ગઇકાલે સ્પષ્ટ થઇ ગયુઁ હતું.

ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થાય તે માટે રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયા, જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા દોડી આવ્યા હતા.વેપારીઓ સાથે બેઠક કરતા અંતે વેપારી વિભાગની ચાર બેઠકો માટે કુલ ૧૧ ફોર્મ ભરાયા હતા. તેમાં ૭ ફોર્મ પરત ખેંચી લેતા વેપારી વિભાગના ચારેય ઉમેદવારો બીન હરીફ થવા પામેલ હતા.

જયારે ખેડુત વિભાગમાં ૧૦ બેઠકો માટે કુલ ર૧ ફોર્મ ભરાયા હતા. તેમાં ૧૦ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે ૧૦ બેઠક માટે ૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં જમનભાઇ માવજીભાઇ ગેડીયા, હરિભાઇ ગોવિંદભાઇ ઠુમર, મુરાણી વલ્લભભાઇ ઉકાભાઇ, બાબુભાઇ જગમાલભાઇ હુબલ, સંજયભાઇ પરબતભાઇ માકડીયા, રણમલ પરબતભાઇ વામરોટીયા, પરેશ બચુભાઇ ઉચદડીયા, ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ ચુડાસમા, રમેશભાઇ કેશવજીભાઇ ખાંટ, ગોપાલભાઇ હરીભાઇ સખીયા ભાજપ પ્રેરિત ઉમેદવારો છે જયારે ભારતીબેન મેરામભાઇ બાબરીયા અપક્ષ ઉમેદવાર સહિત ૧૧ ઉમેદવારો ચુંટણી જંગમાં છે.

જયારે સહકારી ખરીદ મંડળીની બે બેઠકો માટે દલપત ચુત્રભુજભાઇ માકડીયા, જેન્તીભાઇ મોહનભાઇ બરોચીયા, ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો છે જયારે અશોક વલ્લભભાઇ લાડાણી અપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ આગામી ૧૭મી ચુંટણીમાં ખેલાશે જયારે ૧૮મીએ ચુંટણીની મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.

 

વેપારી વિભાગના ચારેય ઉમેદવારો બીનહરીફ થતાં રાદડીયાનો હાથ ઉપર રહ્યો

Screenshot 17 4

માકેટીંગ યાર્ડની ચાર બેઠકો માટે વેપારી વિભાગમાંથી ૧૧ ફોર્મ ભરાતા ભાજપ પ્રેરિત પેનલના ચારેય ઉમેદવારો અડીખમ હોય ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૧૧ ફોર્મમાંથી સાત ઉમેદવારોની દાળ નહિ ગળતા તેઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા અગાઉ યાર્ડના વા. ચેરમેન તરીકે સેવા આપી ચૂકેલા નિકૃલભાઇ મેણરતભાઇ ચંદ્રવાડીયા, હસમુખભાઇ ગોરધનભાઇ પાડલીયા, વિનોદરાય નાથાભાઇ ઘેટિયા, કિશોરભાઇ જસમતભાઇ બાબરીયા ચારેય ઉમેદવારો બિન હરીફ થતા રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયા, જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, શહેર પ્રમુખ કીરીટભાઇ પાદરીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, આર.ડી.સી. બેંકના ડિરેકટર હરિભાઇ ઠુંમર, સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, નગરપતિ મયુરભાઇ સુવા, પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા સહીત ભાજપના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.